Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે રમનાર ટી20 સિરીઝ માટે ટિમ ઇન્ડિયા જાહેર:

દક્ષિણ આફ્રિકા T20Is માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (WK), દિનેશ કાર્તિક (WK), આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ , અર્શદીપ સિંઘ , મો.  શમી, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ.

 હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ અને ભુવનેશ્વર કુમાર ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની હોમ સિરીઝ દરમિયાન કંડિશનિંગ સંબંધિત કામ માટે NCAને રિપોર્ટ કરશે.

 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સારું પ્રદર્શન કરીને પ્લેઈંગ IXમાં સ્થાન બનાવવા ઈચ્છશે.

 બંને ઘરેલું શ્રેણીમાં, ભારતીય ટીમ વિવિધ ઝડપી અને સ્પિન બોલરો સાથે બેટિંગના વિવિધ સંયોજનો અજમાવી શકે છે.  બેટિંગ ઓર્ડર પણ બદલી શકાય છે.  અહીં ટીમ એ જાણવાની કોશિશ કરશે કે કેટલા બેટ્સમેન, કેટલા બોલર અને કેટલા ઓલરાઉન્ડર સાથે તેમને વર્લ્ડકપ પ્લેઈંગ-11માં ઉતારવું વધુ સારું રહેશે.

 ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે.  જેમાં ભારતના યુવા પ્રતિભાશાળી વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસનને સ્થાન મળ્યું નથી.  પ્રશંસકો લાંબા સમયથી સંજુને ટીમમાં સામેલ કરવાની માંગ કરી રહ્યા છે.  વાસ્તવમાં ઋષભ પંતને ટી20માં ભારત માટે ઘણી તકો મળી છે.  પરંતુ તે ક્રિકેટના આ ફોર્મેટમાં કંઈ ખાસ કરી શક્યો નથી.  આ જોતા ચાહકોને સેમસનના સમાવેશની પૂરી આશા હતી પરંતુ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

(7:32 pm IST)