Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ચેન્નાઈના મેદાનમાં પહેલીવાર પ્રેક્ષકોને મેચ જોવા એન્ટ્રી મળી

કોરોના કાળમાં ખાલી સ્ટેડિયમમાં મેચો યોજાઈ હતી : ચેન્નાઈના સ્ટેડિયમની ક્ષમતા ૩૦૦૦૦ જેટલી છે અને તે હિસાબે ૧૫૦૦૦ પ્રેક્ષકને મેચ જોવા માટે મંજૂરી અપાઈ

નવી દિલ્હી, તા. ૧૩ : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી ચેન્નાઈમાં બીજી ટેસ્ટનો પ્રારંભ થયો છે. જોકે ટેસ્ટ મેચ રીતે મહત્વની છે કે, કોરોનાના કારણે લોકડાઉન લાગુ થયુ તે બાદ પહેલી વખત સ્ટેડિયમમાં દર્શકોની વાપસી થઈ છે. પહેલા કોરોનાના કારણે ભારતમાં કોઈ પણ સ્ટેડિયમમાં દર્શકોને મેચ જોવા માટે મંજૂરી નહોતી. જોકે બીજી ટેસ્ટમાં ક્રિકેટ ચાહકો મેચની મજા માણી શકે તે માટે સ્ટેડિયમની ક્ષમતાના ૫૦ ટકા પ્રેક્ષકોને મંજૂરી આપવામાં આવી છે. ભારતના ક્રિકેટ બોર્ડે પણ વાતની નોંધ લઈને કહ્યુ છે કે, ચેન્નાઈના ચેપોક ગ્રાઉન્ડ પર દર્શકોના  શોરબકોરની અમે રાહ જોઈ રહ્યા હતા.દર્શકોનું સ્વાગત કરવા માટે અમે તૈયાર છે.

ચેન્નાઈના સ્ટેડિયમની ક્ષમતા લગભગ ૩૦૦૦૦ જેટલી છે અને તે હિસાબે ૧૫૦૦૦ પ્રેક્ષકોને મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવવાની મંજૂરી અપાઈ છે. બીજી તરફ લોકોમાં પણ લગભગ એક વર્ષ બાદ લાઈવ ક્રિકેટ જોવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. મેચના પહેલા દિવસની તમામ ટિકિટ ગણતરીના કલાકોમાં વેચાઈ ગઈ હતી.

બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. શુભમન ગીલ,પૂજારા અને કોહલી સસ્તામાં આઉટ થયા બાદ રોહિત શર્માની શાનદાર સદીના સહારે ભારતીય ટીમે પ્રવાસી ટીમ સામે વિકેટે ૩૦૦ રન બનાવી લીધા હતા.

(7:42 pm IST)