Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

ઇડિયટ સર્ચ કરશો તો ડોનાલ્ડ ટ્રમ્પ સામે આવે છે

ગૂગલમાં સર્ચ કરશો કે રાશિદ ખાનની પત્નીનું નામ શું છે ?તો જવાબ મળશે અનુષ્કા

નવી દિલ્હી : દુનિયાના સૌથી પ્રખ્યાત સર્ચ-એન્જિન ગૂગલમાં ઘણી વાર કંઈક સર્ચ કરવા જતાં કંઈક અલગ જ જોવા મળે છે. હાલમાં પણ એવી જ એક ઘટના બની છે. અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાનની પત્ની કોણ છે? આ સવાલ જો ગૂગલ પર સર્ચ કરીએ તો એના જવાબમાં અનુષ્કા શર્મા આવે છે.

ગૂગલના મતે અનુષ્કા શર્મા રાશિદ ખાનની પત્ની છે. આ પ્રકારની ગેરસમજ થવાનું કારણ એ છે કે કેટલાક સમય પહેલાં સોશ્યલ મીડિયા પર એક યુઝરે રાશિદ ખાનને તેની ફેવરિટ એકટ્રેસ કોણ છે એ સવાલ પૂછયો હતો અને રાશિદે એ સવાલના જવાબમાં અનુષ્કા શર્મા અને પ્રીતિ ઝિન્ટાનું નામ લીધું હતું.

આ ઉપરાંત જો ગૂગલ પર ઇઈડિયટ સર્ચ કરો તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે આવે છે. ખરેખર તો અનુષ્કા શર્મા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની છે અને હાલ પ્રેગ્નન્ટ છે. બીજી તરફ રાશિદ ખાન હજી કુંવારો છે અને તેણે કસમ ખાધી છે કે જયાં સુધી અફઘાનિસ્તાન વર્લ્ડ ચેમ્પિયન નહીં બને ત્યાં સુધી સગાઈ કે લગ્ન નહીં કરે.

(3:27 pm IST)