Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

જૂડોમાં શાનદાર પ્રદર્શન

લખધીર શિવમ અને ધર્મરાજસિંહ ઝાલાને સિલ્‍વર

રાજકોટઃ તાજેતરમાં ભાવનગર સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ ખાતે ખેલ મહાકુંભ રાજય કક્ષાની જુડો સ્‍પર્ધામાં જુડોના કોચ રાજીવ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ટ્રેનર જેનીસ મુંગરા સાથે સઘન તાલીમ મેળવનાર આર.સી. સ્‍પોર્ટસ એકેડમીના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રાજયકક્ષાએ ડંકો વગાડયો છે. જેમાં અંડર ૧૪-૫૦ કિગ્રામાં લખધીર શિવમ સિલ્‍વર મેડલ, અંડર ૧૫+ ૫૦ કિગ્રા ઝાલા ધર્મરાજસિંહ સિલ્‍વર મેડલ તેમજ રાઠોડ પાર્થ પરમાર નયન, શાહ દિયા, સીડા નઝીર, ગુપ્તા સચીન, લખધીર ક્રિષ, ચુડાસમા બ્રિજરાજ સહિત તમામ ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કરેલ છે. તે બદલ એ.વી.જસાણી સ્‍કુલના પ્રિન્‍સીપાલ અસ્‍મિતા દેસાઇ, ટ્રસ્‍ટીશ્રીઓ, તેમજ કોચ રાજીવ ચૌહાણ દરેક બાળકોને અભિનંદન પાઠવ્‍યા છે

(3:53 pm IST)