Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ભારત - ૨૮૬ રનમાં ઓલઆઉટઃ ઈંગ્‍લેન્‍ડને ૪૮૨ રનનો ટાર્ગેટ

ચેન્‍નાઇ ટેસ્‍ટના ત્રીજા દિવસે ભારત ૮૫.૫ ઓવરમાં ૨૮૬ રન બનાવી ઓલઆઉટ થયુ છે. આર. અશ્વિને શાનદાર બેટીંગનું પ્રદર્શન કર્યુ છે. તે ૧૦૬ રન બનાવી આઉટ થયો છે. ઈંગ્‍લેન્‍ડના બોલરો લીચ અને મોહમ્‍મદ અલીને ૪-૪ તેમજ સ્‍ટોનને ૧ વિકેટ મળી છે. ઈંગ્‍લેન્‍ડને ૪૮૨ રનનો ટાર્ગેટ મળ્‍યો છે. આ લખાય છે ત્‍યારે ઈંગ્‍લેન્‍ડના ઓપનીંગ બેટ્‍સમેનો દાવમાં ઉતર્યા છે.

 

(4:20 pm IST)