Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

કોહલી બ્રિગેડ ઈતિહાસ રચશે જઃ ક્રિકેટપ્રેમીઓને આશા

કપિલ અને ધોની જેવી કમાલ બતાવી શકશે કોહલી સેના?

નવીદિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના ફાઇનલની શરૂઆત થવાના હવે ગણતરીના દિવસો બાકી છે. સાઉથેમ્પટનમાં ૧૮-૨૨ જૂન સુધી યોજનારા આ ખિતાબી મુકાબલા પર આખા દેશની નજર ટકેલી હશે. ભારતીય ક્રિકેટ માટે ઐતિહાસિક પળ હશે.

WTCમાં ટીમ ઇન્ડિયાએ આખી ટુર્નામેન્ટમાં સારૃં પ્રદર્શન કર્યું. વિરાટ બ્રિગેડ સપનાને હકીકતમાં બદલવાથી માત્ર એક કદમ દૂર છે અને આશા છે કે કોહલીની ટીમ ઇંગ્લેન્ડમાં તે કારનામું કરી દેશે.

ભારતીય ટીમના ખાતામાં ૨૦૧૩ બાદથી આઇસીસીની ટ્રોફી આવી નથી. ટીમ ઇન્ડિયાએ ૮ વર્ષ પહેલાં ઇંગ્લેન્ડમાં જ ICC ચેમ્પિયન્સ ટ્રોફી પર કબ્જો મેળવ્યો હતો, ત્યારે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતો. ભારતીય ટીમ ૨૦૧૭માં આઇસીસીની ટ્રોફી જીતવાની નજીક આવ્યું હતું પરંતુ પાકિસ્તાને તેનું સપનું તોડી નાંખ્યું હતું. આ મોકો હતો ૨૦૧૭ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં. આમ તો ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડમાં કેટલીય સીરીઝ પર કબ્જો જમાવ્યો છે. ૨૦૦૨ની નેટવેસ્ટ ટ્રોફી પણ તેમાંથી એક છે જો કે આ આઇસીસીની ટ્રોફી નહોતી.

૨૦૧૩થી ૩૦ વર્ષ પહેલાં એટલે કે ૧૯૮૩માં ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડમાં પહેલી વખત એવું ટ્રોફી જીત્યું હતું. હવે આવું જ કંઇક ટીમ ઇન્ડિયાની સાથે રહ્યું છે. તે જયાં પણ જાય છે જીતીને જ આવે છે. કોહલીના નેતૃત્વવાળી ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બનવાના ઇરાદાથી ઇંગ્લેન્ડ ગઇ છે અને ક્રિકેટ ફેન્સને આશા છે કે ત્યાં ઇતિહાસ રચશે અને કોહલી પહેલી વખત આઇસીસીની ટ્રોફીને પોતાના હાથમાં ઉઠાવશે. તેની સાથે જ ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ, ટી૨૦ વર્લ્ડ કપ અને WTCનો ખિતાબ જીતનાર પહેલી ટીમ હશે.

(3:19 pm IST)