Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

શ્રીલંકા પ્રવાસ માટે રાહુલ દ્રવિડ હેડ કોચની જવાબદારી સંભળાશે: ગાંગુલીએ કર્યું એલાન

દ્રાવિડ હાલમાં બેંગ્લોર સ્થિત રાષ્ટ્રીય ક્રિકેટ એકડમીના અધ્યક્ષ

મુંબઈ :શ્રીલંકા પ્રવાસે જનારી ભારતીય ક્રિકેટ ટીમનું એલાન BCCIએ અગાઉ કરી દીધુ છે. શિખર ધવન શ્રીલંકા પ્રવાસે જનારી ટીમનો કેપ્ટન હશે. આ માટે ખેલાડીઓને મુંબઈમાં સોમવારથી ક્વોરન્ટાઈન હેઠળ રાખવાની શરુઆત કરી દેવાઈ છે. આગામી 13 જૂલાઈથી મર્યાદિત ઓવરોની સિરીઝ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનાર છે.

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કોચને લઈ એલાન કર્યુ છે. રાહુલ દ્રાવિડ શ્રીલંકા પ્રવાસ માટેની ટીમના હેડ કોચ હશે. આમ કોચના નામને લઈને ચાલી રહેલી અટકળોનો ગાંગુલીએ અંત લાવી દીધો હતો.

ગત માસ દરમ્યાન સૌરવ ગાંગુલીએ જ જાણકારી આપી હતી કે ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ  ખેડશે. વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા દિગ્ગજો વિનાની ટીમને લઈને કેપ્ટનશીપને લઈને ઉત્સુકતા હતા. સાથે જ હેડ કોચ રાહુલ દ્રાવિડની પસંદગી થવા પર પણ વર્તાઈ રહી હતી. કારણ કે આ દિગ્ગજે ભારતીય ટીમને કેટલાક નવા ખેલાડીઓ આપ્યા છે. જે સારુ પ્રદર્શન કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટસ મુજબ ગાંગુલીએ દ્રાવિડના નામની પુષ્ટી કરી હતી. અધ્યક્ષ ગાંગુલીએ કહ્યુ હતુ કે ભારતીય ટીમના શ્રીલંકા પ્રવાસ માટે રાહુલ દ્રાવિડ કોચ હશે. દ્રાવિડ હાલમાં બેંગ્લોર સ્થિત રાષ્ટ્રીય ક્રિકેટ એકડમીના અધ્યક્ષ છે. જ્યાં ભારતીય ખેલાડીઓ ટ્રેનીંગથી લઈને ઈજા બાદ રિહેબિલિટેશન સુધીનું ધ્યાન રાખવામાં આવે છે. દ્રાવિડ આ પહેલા ભારતની અંડર-19 ટીમ અને ઈન્ડીયા-A ટીમના કોચ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. જેમાં પૃથ્વી શોની કેપ્ટનશીપમાં 2018માં ભારતે અંડર-19 વિશ્વકપ જીત્યો હતો.

 

ભારતીય ટીમ મુંબઈમાં 14 દિવસનો ક્વોરન્ટાઈન પિરિયડ પુરો કરી શ્રીલંકા પ્રવાસે જશે. 28 જૂને ભારતીય ટીમ શ્રીલંકાના પાટનગર કોલંબો જવા માટે રવાના થશે. જ્યાં ત્રણ દિવસ માટે ભારતીય ટીમ આઈસોલેશનમાં રહેશે. ત્યારબાદ ટીમ ટ્રેનીંગ શરુ કરશે. ભારત અને શ્રીલંકા વચ્ચે 13 જૂલાઈથી 3 વન ડે મેચ અને 21 જૂલાઈથી 3 T20 મેચોની સિરીઝ રમાનારી છે.

(7:18 pm IST)