Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

ભારત સામેની સિરીઝ કમિન્‍સ માટે જલદ કસોટીઃ એલન બોર્ડર

નવી દિલ્‍હીઃ ઓસ્‍ટ્રેલીયાના ભુતપુર્વ કેપ્‍ટન એલન બોર્ડરે ટેસ્‍ટ-કેપ્‍ટન તરીકે પેટ કમિન્‍સના પર્ફોર્મન્‍સને ખુબ બિરદાવ્‍યો છે, પરંતુ એવી ચેતવણી પણ આપી છે કે ફેબ્રુઆરી-માર્ચમાં ભારત ખાતેના પ્રવાસમાં ચાર મેચની જે ટેસ્‍ટ-સિરીઝ રમાશે એમાં કમિન્‍સની કેપ્‍ટન્‍સીની જલદ કસોટી થશે.કમિન્‍સે ઇંગ્‍લેન્‍ડ સામેની એશિઝ સિરીઝમાં ઓસ્‍ટ્રેલીયાને ૪-૦થી જીત અપાવવાની સાથે કેપ્‍ટન્‍સીની સફળ શરૂઆત કરી હતી અને ત્‍યાર પછી પાકિસ્‍તાન, વેસ્‍ટ ઇન્‍ડિઝ અને સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં પણ ઓસ્‍ટ્રેલીયાનો વિજય થયો હતો. તેમ જ શ્રીલંકા સામેની સિરીઝ ૧-૧થી ડ્રો થઇ હતી.

(7:12 pm IST)