Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

ટીમ ઈન્‍ડિયાને પુસ્‍તકના જ્ઞાનથી શીખ આપશે દ્રવિડઃ હેડકોચે તૈયારી શરૂ કરી દીધી

ઘરઆંગણે ઓસ્‍ટ્રેલીયા સામે રમાનાર ટેસ્‍ટ સિરીઝ માટે

નવી દિલ્‍હીઃ આગામી મહિને ભારત પ્રવાસે ઓસ્‍ટ્રેલિયન ક્રિકેટ ટીમ આવી રહી છે. ૪ ટેસ્‍ટ મેચોની સિરીઝ રમાનારી છે. ઓસ્‍ટ્રેલિયા સાથે ભારતીય ટીમ ઘર આંગણે રેડ બોલ સિરીઝ રમશે. આ માટે રાહુલ દ્રવિડ અત્‍યારથી જ ઓસ્‍ટ્રેલિયા સામે તૈયારીઓ કરવામાં લાગી ચુકયો છે. તેઓએ આ માટે એક બુકનો પણ સહારો લીધો છે.

ઓસ્‍ટ્રેલિયા સામેની સિરીઝમાં ભારતે ૩ ટેસ્‍ટ મેચો જીતવી જરૂરી છે. આઈસીસી વિશ્વ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપની ફાઈનલ મેચમાં સ્‍થાન બનાવવા માટે આ જીત મેળવવી પડશે. આ માટે દ્રવિડ હવે જીત માટે યોજનાઓ ઘડી રહ્યા છે.સ્‍પીનરો સામે કેવી રીતે યોજવા ઘડવી ઍ માટે થઈને તૈયારીઓ કરવા માટે ટીમ ઈન્‍ડિયાના કોચ રાહુલ દ્રવિડ એક બુક વાંચતા નજર આવી રહ્યા છે.

આ બુક દ્વારા તેઓ ભારતીય બેટ્‍સમેનોને ઓસ્‍ટ્રેલિયાના સ્‍પિન આક્રમણ સામે કેવી રીતે સજ્જ રાખવા એમ તૈયારી કરતા હોય એમ લાગી રહ્યા છે. આ ખાસ બુક નાથન લેમન અને બેન જોન્‍સની છે. બુકનુ નામ Hitting against the spin (by Nathan Leamon & ben jones) છે.ભારતીય બેટ્‍સમેનો છેલ્લા કેટલાક વર્ષથી સ્‍પિનરો સામે સંઘર્ષ કરી રホાનુ જોવા મળી રહ્યા છે. ઓસ્‍ટ્‍લિીયા આ જ સ્‍થિતીનો લાભ ઉઠાવવા માટે ભારત પ્રવાસે સ્‍પિન તાકાત સાથે આવી રホા છે. જ્‍યાં બોર્ડર ગાવાસ્‍કર ટ્રોફીમાં કાંગારૂ સ્‍પિનરો તાકાત અજમાવતા જોવા મળશે.

(7:12 pm IST)