Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

યુએઇ લીગમાં દુબઇ, એમઆઇ, ગલ્‍ફની વિજયી શરૂઆત

યુનાઇટેડ આરબ એમિરેટસની શુક્રવારે શરૂ થયેલી નવી આઇએલટી૨૦ લીગમાં દુબઇ કેપિટલ્‍સે પ્રારંભિક મુકાબલામાં અબુધાબી નાઇટ રાઇડર્સને ૭૩ રનથી પરાજિત કરી હતી. દિલ્‍હી કેપિટલ્‍સના માલિકોની દુબઇની ટીમે કેપ્‍ટન રોવમેન પોવેલના ૪૮ રનની મદદથી ૬ વિકેટ ૧૮૭ રન બનાવ્‍યા બાદ અબુ ધાબીની ટીમ પોલ સ્‍ટર્લિગના ૫૪ રન છતા ૯ વિકેટે માત્ર ૧૧૪ રન બનાવી શકી હતી.

દુબઇવતી ખુદ પોવેલ, અકીફ અને મુજીબે બે-બે વિકેટ લીધી હતી. બીજીમ મેચમાં મુંબઇ ઈન્‍ડિયન્‍સની માલિકીની એમઆઇ એમિરેટસે મુહમ્‍મદ વસીમના આક્રમક ૭૧ તથા નિકોલસ પુરનના ૪૯ રનની મદદથી પાંચ વિકેટ ૨૦૪ રન બનાવ્‍યા શારજહા વોરિયર્સ ટીમ ક્રિસ વોકસના ૨૯ બોલમાં બનેલા ૬૨ રન છતા ૯ વિકેટ ૧૫૫ રન બનાવી શકી હતી.

ગઇ કાલે અબુધાબી નાઇટ રાઇડર્સ ગલ્‍ફ જાયન્‍ટસના સંચિત શર્મા અને ક્રિસ જોર્ડનની ત્રણ-ત્રણ વિકેટને લીધે ૯ વિકેટે ફકત ૧૧૪ રન બનાવી શકી, ગલ્‍ફ જાયન્‍ટસે જેમ્‍સ વિન્‍સની આક્રમક હાફ સેન્‍ચુરીની મદદથી ૧૪.૨ ઓવરમાં ૪ વિકેટે ૧૧૫ રન બનાવી લીધા હતા.

(7:12 pm IST)