Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

હરિયાણામાં એસસી/ એસટી એકટ હેઠળ યુવરાજ સિંહ પર થયો કેસ

લોકડાઉનમાં રોહિત સાથેની ટાઈમપાસ ચેટ બની મુસીબત

ચંડીગઢઃ હરિયાણાના હાંસીમાં ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ સામે જાતિવાદી ટિપ્પણી કરવા બદલ એસસી/ એસટી એકટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. નેશનલ અલાયન્સ અને દલિત હ્યુમન રાઇટ્સના રજત કાલસનની ફરિયાદ પર આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

વાસ્તવમાં કોરોનાને લીધે લાગેલા લોકડાઉનમાં યુઝવેન્દ્ર ચહલે અનેક મસ્તી અને ડાન્સથી ભરેલા વિડિયો ટિક ટોક પર બનાવ્યા હતા. લોકડાઉન, કુલદીપ યાદવ અને ચહલના વિડિયો જેવા કેટલાક મુદ્દાઓની ચર્ચા રોહિત શર્મા અને યુવરાજ સિંહ વચ્ચેની લાઇવ ચેટમાં પણ થઈ હતી, જેમાં યુવરાજે વાત-વાતમાં ચહલ વિરૂદ્ધ જાતિવાદની ટિપ્પણી કરી હતી.

યુઝવેન્દ્ર ચહલ પર જાતિવાદી ટિપ્પણી કર્યા બાદ યુવરાજ સિંહે માફી માગતાં કહ્યું કે 'હું દરેક વ્યકિતનું સન્માન કરૃં છું. હું મારા દોસ્તો સાથે વાત કરતો હતો એ વખતે મારી વાતને ખોટી રીતે લેવામાં આવી હતી. એક જવાબદાર નાગરિક હોવાને લીધે ભૂલથી પણ જો મારી વાતથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો એ બલદ હું માફી માગું છું.'

(3:07 pm IST)