Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

લોહી નીકળી ગયા છતાં મોહમ્મદ સિરાજે બોલીંગ ફેંકીઃ ઠેરઠેરથી મળી પ્રશંસા

ભારત-ન્યુઝીલેન્ડ મેચની ૨૦મી ઓવરમાં

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટી-૨૦ મેચમાં બોલિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો.  તેના હાથમાંથી લોહી નીકળતું હતું.  આમ છતાં તેણે હાથમાં પટ્ટી બાંધીને પોતાની ઓવર પૂરી કરી.

 સિરાજની આ હિંમતની ખૂબ પ્રશંસા થઈ રહી છે.  આ ઘટના કિવી ટીમની બેટિંગ દરમિયાનની છેલ્લી ઓવરની છે.  વીસમી ઓવરના બીજા બોલ પર મિશેલ સેન્ટનરનો શોટ સીધો સિરાજના હાથમાં હતો.  આ પછી સિરાજ દર્દથી રડતો જોવા મળ્યો હતો.

  આ પછી મેડિકલ ટીમ મેદાનમાં આવી.  આ દરમિયાન સિરાજના હાથમાંથી લોહી વહી રહ્યું હતું.  સારવાર લીધા બાદ સિરાજે પોતાના હાથમાં પાટો બાંધ્યો અને ફરી બોલ પકડી લીધો.  તેણે છેલ્લી ઓવરના પાંચમા બોલ પર રચિન રવિન્દ્રને બોલ્ડ કર્યો હતો.  જોકે આ મેચમાં સિરાજ ઘણો મોંઘો સાબિત થયો હતો.  તેણે ૪ ઓવરના કવોટામાં ૩૯ રન આપ્યા.  આમ છતાં તેણે ઈજાગ્રસ્ત થયા બાદ જે રીતે પોતાની ઓવર પૂરી કરી તેનાથી તેણે ચાહકોનું દિલ જીતી લીધું.

(2:40 pm IST)