Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ટીમ ઇન્‍ડિયા આવતા મહિને બાંગ્‍લાદેશના પ્રવાસેઃ ચેતેશ્વર-ઉમેશ વહેલા રવાના થશે

બે ટેસ્‍ટ અને ત્રણ વન-ડેની સિરીઝ રમશે

નવી દિલ્‍હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ડિસેમ્‍બરમાં બાંગ્‍લાદેશના પ્રવાસે જશે. અહીં ૨ ટેસ્‍ટ અને ૩ વન-ડેની શ્રેણી રમાશે. ભારતે ટેસ્‍ટ શ્રેણી માટે ચેતેશ્વર પૂજારા અને ઉમેશ યાદવને ટીમમાં સામેલ કર્યા છે આ પ્રવાસની પ્રથમ મેચ ૪ ડિસેમ્‍બરે રમાશે. પરંતુ પુજારા અને ઉમેશ ટીમ ઇન્‍ડિયાના આરામ પહેલા બાંગ્‍લાદેશ પહોંચી શકે છ.ે આ બંને ખેલાડીઓને ભારતએ ટીમમાં પણ સામેલ કરવામાં આવી શકે છે.

પસંદગી સમિતિ બાંગ્‍લાદેશ સામેની ટેસ્‍ટ શ્રેણી પહેલા પુજારા અને ઉમેશને સમય આપવા માંગે છે. બંને ખેલાડીઓ સારી તૈયારી કરી શકશે. ભારત એ ટીમ ૨૦ નવેમ્‍બર પછી બાંગ્‍લાદેશ માટે રવાના થઇ શકે છે.

ભારત અને બાંગ્‍લાદેશ વચ્‍ચે ૪ ડિસેમ્‍બરથી વન-ડે શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ મેચ ઢાંકામાં રમાશે. આ પછી બીજી વન-ડે ૭ ડિસેમ્‍બરે અને ત્રીજી વન-ડે ૧૦ ડિસેમ્‍બરે રમાશે. આ બંને મેચ ઢાકામાં પણ રમાશે. ટેસ્‍ટ શ્રેણીની પ્રથમ મેચ ૧૪ ડિસેમ્‍બરથી અને બીજી ટેસ્‍ટ ૨૨ ડિસેમ્‍બરથી રમાશે. ટેસ્‍ટ શ્રેણીની બીજી મેચ ઢાકામાં જ રમાશે જયારે પ્રથમ મેચ ચટ્ટોગ્રામમાં રમાશે

ભારતની વન-ડે ટીમઃ રોહિત શર્મા (કેપ્‍ટન), કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્‍યર, રાહુલ ત્રિપાઠી, રિષભ પંત(વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટ કીપર), રવિન્‍દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્‍ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મો.શમી, મોહમ્‍મદ સિરાજ, દીપક ચાહર, યશ દલાલ

ભારતની ટેસ્‍ટ ટીમઃ રોહિત શર્મા (કેપ્‍ટન), કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત(વિકેટ કીપર), કેએસ ભરત(વિકેટ કીપર), રવિન્‍દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મો.શમી, મોહમ્‍મદ સિરાજ, ઉમેશ યાદવ

 

(4:00 pm IST)