Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ

વાદળી રંગની નવી જર્સીમાં ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા પોઝ આપતો જોવાયો

મુંબઈ : T20 વર્લ્ડ કપ આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં રમાશે. તે પહેલા ભારતીય ટીમની નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. આ ટીમની જર્સી બ્લ્યુ (વાદળી) રંગની છે. જેમાં ત્રણ સ્ટાર છે. જર્સીની તસવીર સામે આવ્યા બાદ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ટીમ ઈન્ડિયાની આ નવી જર્સીમાં ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા પોઝ આપતો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે રમવાની છે.

 

ભારતીય ટીમને આવતા મહિને T20 વર્લ્ડ માટે ઓસ્ટ્રેલિયા જવાનું છે. આ સાથે જ વર્લ્ડ કપ પહેલા આજે ભારતીય ટીમની નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. આ ટીમની નવી જર્સીની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ટીમની આ નવી જર્સી વાદળી રંગની છે. જેમાં ત્રણ સ્ટાર છે. જયારે ભારતના કેપ્ટન રોહિત શર્મા આ જર્સીમાં પોઝ આપતા જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની ટી20 સીરીઝ રમશે.

ભારતીય ટીમની T20 વર્લ્ડ કપ 2022 માટે લોન્ચ કરવામાં આવેલી નવી જર્સીમાં ત્રણ સ્ટાર્સ છે. હકીકતમાં આ ત્રણ સ્ટાર ભારતીય ટીમના ત્રણ વખત વર્લ્ડ વિનીંગ રહેવાની નિશાની છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે કપિલ દેવની કપ્તાનીમાં 1983માં પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો. જયારે  T20 વર્લ્ડ કપની પ્રથમ સિઝનમાં, ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં બીજી વખત વર્લ્ડ કપ જીત્યો હતો. આ બે વર્લ્ડ કપ પછી ભારતીય ટીમે વર્ષ 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ત્રીજી વખત વર્લ્ડ કપ જીત્યો હતો. આ વખતે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ચોથી વખત વર્લ્ડ કપ જીતવાના ઈરાદા સાથે ઉતરશે.

 

(10:37 pm IST)