Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

શમીને કોરોનાઃ અનફિટ ઉમેશ યાદવ ટી૨૦ ટીમમાં સામેલ

મોહમ્‍મદ શમીને ટી૨૦ વર્લ્‍ડ કપની ટીમમાં સ્‍ટેન્‍ડ-બાય ખેલાડી તરીકે લેવામાં આવ્‍યો છે, પરંતુ તેનું ફોર્મ ચકાસવા ઓસ્‍ટ્રેલીયા સામે આવતીકાલથી શરૂ થતી ટી૨૦ શ્રેણીમાં તેને રમવાનો મોકો અપાયો હતો, પરંતુ તેનો કોરોના વાઇરસને લગતો રિપોર્ટ પોઝિટિવ આવતા તે સિરીઝની બહાર થઇ ગયો છે.
આઇપીએલમાં ઝળકેલા ઉમેશ યાદવને તેના સ્‍થાને ટીમમાં સમાવાયો છે, પરંતુ ઉમેશ થોડા જ દિવસ પહેલા ઇજાને કારણે ઇંગ્‍લેન્‍ડની કાઉન્‍ટી ચેમ્‍પિયનશીપ અડધી છોડીને પાછો આવ્‍યો છે અને બેન્‍ગલોરની એકેડેમીનાં રિહેબિલિટેશન હેઠળ છે.

 

(3:57 pm IST)