Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ઓસ્ટ્રેલિયન ટીમ ઉઘાડા પગે સર્કલમાં ઊભી રહીને રેસિઝમનો વિરોધ કરશે

મેલર્બન : ઓસ્ટ્રેલિયન ટીમ ૨૭ નવેમ્બરથી શરૂ થતી ભારત સામેની વન-ડે સિરીઝ પહેલાં ઉઘાડા પગે સર્કલમાં ઊભી રહીને રેસિઝમનો વિરોધ કરશે અને દેશના મૂળ નિવાસીઓને સમર્થન આપશે. ઓસ્ટ્રેલિયન ટીમના વાઇસ કેપ્ટન પેટ કમિન્સે જણાવ્યું કે 'અમે નિર્ણય લીધો છે કે અમે હવે દરેક ઇન્ટરનેશનલ સિરીઝ પહેલાં ઉઘાડા પગે સર્કલ બનાવીને ઊભા રહીશું. અમે ફકત રમતમાં જ નહીં, દરેક ક્ષેત્રમાં જાતિવાદનો વિરોધ કરીએ છીએ. અમે આ પહેલાં આ બાબતે યોગ્ય પ્રમાણમાં કામ નથી કર્યું, પણ આવનારા સમયમાં આ સંદર્ભે કંઈક કરવા મક્કમ છીએ. એ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં અહીંના મૂળ નિવાસીઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે તેમનું પણ સમર્થન કરી રહ્યા છીએ. આનાથી તેમને ખૂબ હિંમત મળશે અને તેમને ખુશ થવાનો મોકો મળશે. ઘૂંણ ટેકવીને કે ઉઘાડા પગે ઊભા રહીને જે પણ અમારાથી થશે એ રીતે અમે તેમનું સમર્થન કરીશું.'

સિરીઝની મેચોનાં ટાઇમિંગ

ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝની મેચના ટેલિકાસ્ટ સમયની જાહેરાત કરી દેવામાં આવી છે.

૨૭ અને ૨૯ નવેમ્બર તથા બીજી ડિસેમ્બરે રમાનારી વન-ડે મેચો ભારતીય સમય પ્રમાણે સવારે ૯.૧૦ વાગ્યે શરૂ થશે. ૪, ૬ અને ૮ ડિસેમ્બરે ટી૨૦ મેચો બપોરે ૧.૪૦ વાગ્યે શરૂ થશે. ૧૭ ડિસેમ્બરથી શરૂ થતી પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ સવારે ૯.૩૦ વાગ્યે તથા ૨૬ ડિસેમ્બર અને સાતમી જાન્યુઆરીથી શરૂ થતી બીજી અને ત્રીજી ટેસ્ટ સવારે પાંચ વાગ્યે તથા ૧૫ જાન્યુઆરીથી શરૂ થતી ચોથી અને છેલ્લી ટેસ્ટ સવારે ૫.૩૦ વાગ્યે શરૂ થશે.

(3:33 pm IST)