Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ચેન્નઇએ હવે ધોનીને છૂટો કરી દેવો જોઇએ

આકાશ ચોપડાની સલાહ, જો જોનેકસ્ટર સીઝન પહેલાં મેગા ઓકશન થાય તો.. : જો કોઇ બીજી કોઇ ટીમ તેને ખરીદે તો રાઇટ ટુ મેચ કાર્ડ વાપરીને ટીમમાં પાછો સમાવી લેવો જેથી ટીમના ઘણા બધા પૈસા બચી શકશે

ચેન્નાઈ : ભૂતપૂર્વ ક્રિકેટર અને  હિન્દી કોમેન્ટેટર આકાશ ચોપડાએ ચૈન્નઈને મેગા આંકશન થાય તો ધોનીને છૂટો કરી દેવાની અને બીજું કોઈ ખરીદે ત્યારે રાઇટ ટુ મેચ કાર્ડ વાપરીને ફરી પાછો મેળવી લેવાની સલાહ આપી છે.

આકાશ ચોપડાએ કહ્યું કે જો મેગા ઓકશન થાય તો ચેન્નઈએ ધોનીને જાળવી રાખવાને બદલે છૂટો કરી દેવો જોઈએ. હું એમ નથી કહેતો કે ચેન્નઈએ તેને ટીમમાં ન રાખવો જોઈએ. જો ચેન્નઈ ધોનીને જાળવી રાખશે તો તેને ૧૫ કરોડ આપવા પકડશે, બીજું, ધોની આગલી ત્રણ સીઝન સુધી રમશે એનો કોઈ ગેરન્ટી નથી. જો ધોની ફકત ૨૮૨૧માં રમ્યા બાદ સંન્યાસ લઈ લેશે તો ર૦રરમાં ચેન્નઈના ખાતામાં ૧૫ કરોડનો ઉમેરો થશે, પણ ત્યારે ટીમ પાસે સારા ખેલાડી ખરીદવાનો ઓપ્શન ઉપલબ્ધ હશે ખરો?

(3:34 pm IST)