Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ટીમ ઈન્ડિયા આવતા વર્ષે ઈંગ્લેન્ડ જશે : પાંચ ટેસ્ટ મેચો રમશે

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ આવતા વર્ષે ઓગષ્ટ - સપ્ટેમ્બરમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. ટીમ ઈન્ડિયા ત્યાં પાંચ મેચોની સીરીઝ રમશે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ તેની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડ ભારત ઉપરાંત શ્રીલંકા અને પાકિસ્તાન સાથે પણ વન-ડે સીરીઝ રમશે. ટીમ ઈન્ડિયા ૪ ઓગષ્ટે ટ્રેન્ટ બ્રીજમાં ટેસ્ટ મેચથી પ્રવાસની શરૂઆત કરશે. ભારત ત્યારબાદ બીજો ટેસ્ટ ૧૨ થી ૧૬ ઓગષ્ટ લોડ્ર્સમાં, ત્રીજો ૨૫ થી ૨૯ ઓગષ્ટ હેડીંગ્લે, ચોથો ૨ થી ૬ સપ્ટેમ્બર સુધી ઓવલમાં અને પાંચમો તથા અંતિમ ટેસ્ટ ૧૦ થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન ઓલ્ડ ટ્રેફર્ડમાં રમશે. આ પહેલા ઈંગ્લેન્ડની ટીમ ફેબ્રુઆરી - માર્ચમાં ટેસ્ટ સીરીઝ રમવા ભારત આવશે.

(3:39 pm IST)