Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ટેસ્ટમાં સાબિત કરવા રોહિત પાસે તક

મેકગ્રાથે કહ્યું પૂજારા માટે સિરીઝ સરળ નહીં હોય તો ચેતેશ્વરે કહ્યું અમારી ટીમના તમામ ખેલાડીઓ પાસે પૂરતો અનુભવ, બોલરો વિકેટ લેવા સક્ષમ

નવી દિલ્હી :. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડીયાનો કેપ્ટન વિરાટ કોહલી એક ટેસ્ટ પછી પેટરનિટી લીવ પર જતો રહેશે. જ્યારે રોહિત શર્મા વન ડે અને ટી-૨૦માં નહીં રમે. માત્ર ટેસ્ટ સીરિઝમાં ભાગ લેશે. આ અંગે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાથે કહ્યંુ કે કોહલીની ગેરહાજરીમાં રોહિત પાસે પોતાને સાબિત કરવાની મોટી તક રહેેશે.ટીમ ઈન્ડીયાએ મેકગ્રાથે કહ્યું આ વખતે પૂજારા માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ સરળ નહીં રહે. જ્યારે રોહિત શર્મા એક કવોલીટી પ્લેયર છે. તેણે પોતાને સાબિત પણ કર્યો છે. જ્યારે કોહલી ઘરે પરત ફરશે, ત્યારે તેની પાસે તક રહેશે. રોહિત ટેસ્ટમાં પોતાની ખરી ક્ષમતા બતાવી શકે છે. તમે ટીમ ઈન્ડીયાના એક ખેલાડી પર ફોકસ કરી શકતા નથી. તેમની બેટિંગ લાઈનઅપ ઘણી મજબૂત છે, જેમાં પૂજારા, અજિંકય રહાણે અને લોકેશ રાહુલ છે.

બીજી તરફ પુજારાએ કહ્યું કે, અમારી બોલિંગ લાઈનઅપ એ જ છે જે ૨૦૧૮ની સીરિઝમાં હતી. બધા પાસે ઓસ્ટ્રેલિયામાં રમવાનો અનુભવ છે. ભલે ને કાંગારૂ ટીમમાં સ્મિથ અને વોર્નરની વાપસી થઈ હોય. તે સિવાય તેમની પાસે માર્નસ લબુશેન જેવો સારો ખેલાડી પણ છે, પણ તેમની માટે જીતવુ સરળ નહીં રહે. અમારા બોલર્સ તેમને પેવેલિયન ભેગા કરવાની તાકાત ધરાવે છે.

(3:42 pm IST)