Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

કેએલ રાહુલ અને ઋતુરાજ પર 12-12 લાખ રૂપિયાનો દંડ

નવી દિલ્હી : BCCIએ ચેન્નાઈના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ અને લખનૌના કેપ્ટન કેએલ રાહુલ પર 12-12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.શુક્રવારે લખનઉમાં રમાયેલી મેચમાં ધીમી ઓવર રેટના કારણે બંને ટીમના કેપ્ટનોને દંડ ફટકારવામાં આવ્યો છે. IPLએ મેચ બાદ આ જાણકારી આપી હતી.આઈપીએલ આચાર સંહિતા હેઠળ આ સિઝનમાં લખનૌ અને ચેન્નાઈનો આ પહેલો ગુનો હતો જે સ્લો ઓવર-રેટના ગુનાઓથી સંબંધિત છે, તેથી આઈપીએલની આચાર સંહિતા મુજબ લઘુત્તમ દંડ આપવામાં આવ્યો છે.લખનૌ સામે, એમએસ ધોનીએ 9 બોલમાં અણનમ 28 રન ફટકારીને CSKને 20 ઓવરમાં 176/6ના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધું.સીએસકેને મેચમાં જાળવી રાખવા માટે રવિન્દ્ર જાડેજાએ અણનમ 57 રન બનાવ્યા બાદ ધોનીએ ટીમને સારી ફિનિશિંગ અપાવી હતી. જોકે, કેએલ રાહુલ (82) અને ક્વિન્ટન ડી કોક (54)ની 134 રનની ઓપનિંગ ભાગીદારીની મદદથી લખનૌએ ચેન્નાઈને 8 વિકેટે હરાવ્યું હતું.અલબત્ત, CSK આ મેચ હારી ગઈ પરંતુ ટીમના ચાહકો ધોનીની બેટિંગ અને તેની ફિટનેસ જોઈને ખૂબ જ ખુશ છે.

 

(6:00 pm IST)