Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

સ્કોટલેન્ડ ટીમની જર્સીની ડીઝાઇન ૧૨ વર્ષની બાળકીએ બનાવી

નવી દિલ્હીઃ સ્કોટલેન્ડની ટીમ ટી-૨૦ વર્લ્ડ કપમાં પ્રથમ રાઉન્ડની મેચ રમી રહી છે.  ટીમે પ્રથમ રાઉન્ડની  શરૂઆતની બંને મેચ પણ જીતી હતી.  સુપર-૧૨માં પહોંચવાની શકયતા વધી ગઇ છે. દરમિયાન, લોકોને સાંભળીને આશ્ચર્ય થશે કે ટીમની જર્સી ૧૨ વર્ષની રેબેકા ડાઉનીએ તૈયાર કરી છે. ખુદ સ્કોટલેન્ડ ક્રિકેટ બોર્ડે આ માહિતી આપી છે. ક્રિકેટ સ્કોટલેન્ડે સોશિયલ મીડિયા પર રેબેકા ડાઉનીનો ફોટો શેર કરતા લખ્યું,સ્કોટલેન્ડની કિટ ડિઝાઇનર, હેડિંગ્ટનની ૧૨ વર્ષની રેબેકા ડાઉની.  તે ટીવી પર અમારી પ્રથમ મેચ જોઈ રહી હતી.  ગર્વથી તે જર્સી પહેરીને જે તેણે જાતે ડિઝાઇન કરી હતી.  રિબેકાનો ફરી આભાર. આ મેસેજ બાદ ઘણા લોકો સોશિયલ મીડિયા પર રેબેકાને અભિનંદન આપતા જોવા મળ્યા હતા.  એક ચાહકે લખ્યું, ટુર્નામેન્ટની શ્રેષ્ઠ કીટ. આઈસીસીએ પણ રેબેકાને અભિનંદન પાઠવ્યા છે.

(2:43 pm IST)