Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

ટીમ ઇન્ડિયા મેલબોર્ન પહોંચીઃ કાલે નેટ પ્રેકટીસ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ મેલબોર્ન જવા રવાના થઇ છે. ટીમ તેના વર્લ્ડ કપ અભિયાનની શરૃઆત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાકિસ્તાન સામેની મેચથી કરશે. કાલે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રથમ પ્રેકિટસ સેશન યોજાશે હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે મેચના દિવસે એટલે કે રવિવાર ૨૩ ઓકટોબરે વરસાદની૮૦ ટકા સંભાવના છે. મેલબોર્ન  ક્રિકેટ ગ્રાઉન્ડમાં ડ્રેનેજની વ્યવસ્થા સારી હશે અને જો થોડો વરસાદ પડશે તો મેચ સંપૂર્ણ રમાશે. એક લાખ દર્શકો સ્ટેડીયમમાં મેચ નિહાળશે.

(3:20 pm IST)