Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

દબાણમાં તમારા વિશે નહી પણ ટીમ વિશે વિચારો

માહીએ પંડયાને શીખ આપેલી

નવી દિલ્હીઃ ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ ખુલાસો કર્યો છે કે  ધોનીએ તેની કારકિર્દીની શરૃઆતમાં તેને વધુ સારો ખેલાડી બનવામાં ઘણી મદદ કરી છે. પંડયાએ કહ્યુ મારી કારકિર્દીની શરૃઆતમાં માહી ભાઇએ મને એક વાત શીખવી હતી. મે તેને  પૂછયુ કે તમે  દબાણ અને દરેક વસ્તુથી કેવી રીતે દૂર રહો છો અને તેણે મને ખૂબજ સરળ સલાહ આપી તમારા સ્ક્રોર  વિશે વિચારવાનું બંધ કરો અને તમારી ટીમ વિશે વિચારવાનું શરૃ કરો. તેથી તે શીખ મારા મગજમાં ફિટ થઇ ગઇ અને આ સૂચનથી મને આજે હુ જે ખેલાડી છે તે બનવામાં મદદ મળી છે. મારા માટે હુ (પરિસ્થિતિ અનુસાર) રમુ છુ ત્યારે ખરેખર કંઇ બદલાતુ નથી. એક જ વસ્તુ હુ દેખીતી રીતે સમય સાથે વધુ સારુ થવા માંગુ છું તે છે કે હુ કેટલી સરળતાથી રમુ છું. અને વારંવાર મને મારી  રમત પર કામ આવે છે.

(3:22 pm IST)