Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

ICC ની મહિલા વન-ડે ટીમ ઓફ ધ યેરમાં મિતાલી અને ઝુલનને સ્થાન

નવી દિલ્હી તા. ર૧: ભારતની સ્ટાર બેટ્સમેન મિતાલી રાજ અને અનુભવી બોલર ઝુલન ગૌસ્વામીને આઇસીસી મહિલા વન-ડે ટીમ ઓફ ધ યરમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ કોઇપણ ભારતીય પુરૂષ ટીમમાં સ્થાન મેળવી શકયું નથી. મિતાલી રાજે વર્ષ ૧૯૯૯માં ભારત તરફથી વનડેઢમાં ડેબ્યૂ કર્યું હતું. છેલ્લા ર૩ વર્ષમાં તેણે રર૦ વન-ડેમાં ૭૩૯૧ રન બનાવ્યા છે.

ICC મહિલા ODI ટીમ ઓફ ધ યરઃ લિઝ લી. એલેસા હીલી, ટેમી બ્યુમોન્ટ, મિતાલી રાજ, હીથર નાઇટ, હીલી મેથ્યુસ, મેરિજેને કેપ, શબનમ ઇસ્માઇલ, ફાતિમા સના, ઝુલન ગૌસ્વામી, અનીશા મોહમ્મદ.

ICC મેન્સ ઓડીઆઇ ટીમ ઓફ ધ યરઃ પોલ સ્ટર્લિંગ, જાનેમન મલાન, બાબર આઝા (કેપ્ટન, ફખર જમાન, રાસી વાન ડેર ડુસેન, શાકિબ અલ હસન, મુશ્કિકુર રહીમ, વાનિન્દ્ર હસરાંગા, મુસ્તફિઝુર રહેમાન, સિમી સિંૅહ અને દુષ્યંથા ચમીરા.

ICC મહિલા ટી ર૦ ટીમ ઓફ ધ યરઃ સ્મૃતિ મંધાના, ટેમી બ્યુમોન્ટ, ટેની વોટ્સ, ગેબી લુઇસ, નેટ સાયવર (કેપ્ટન), એમી જોન્સ, લૌરા વુલવર્ટ, મેરિજને કેપ સોફી એકલેસ્ટોન, લારીન ફીરી, કશબનીમ ઇસ્માઇલ.

(2:27 pm IST)