Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

ગઈ સિઝનના ખેલાડીઓને રૂપિયા આપવાના પણ બાકીઃ સચિન આ વખતે નહિ રમે

૧ માર્ચથી યુએઈમાં રોડ સેફટી વર્લ્ડ સિરીઝ-૨નો પ્રારંભ

નવી દિલ્હી :. નિવૃત્ત આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોના સમાવેશથી રમાતી રોડ સેફટી વર્લ્ડ સિરીઝની પ્રથમ સીઝનમાં રમી ચૂકેલા કેટલાક ખેલાડીઓને નિર્ધારીત કરાયેલા પૈસા ચૂકવાયા ન હોવાથી ક્રિકેટ-લેજન્ડ સચિન તેંડુલકર ૧ માર્ચથી યુએઈમાં રમાનારી આ સિરીઝની બીજી સીઝનમાં ભાગ નહીં લે.

ગયા વખતે સચિન ઈન્ડીયા લેજન્ડસ ટીમમાં હતો અને એ ટીમ ચેમ્પિયન બની હતી. ખુદ સચિનને પણ એ સીઝનની અમુક રકમ હજી નથી મળી. સુનિલ ગાવસ્કર આ ઈવેન્ટની પ્રથમ સીઝનના કમિશનર હતા.

પી.ટી.આઈ.ના અહેવાલ મુજબ મોટાભાગના ખેલાડીઓએ મેજેસ્ટિક લેજન્ડસ પ્રાઈવેટ લિમિટેડ અને પીએમજીના નેજા હેઠળ રમવાના કરાર કર્યા હતા. રવિ ગાયકવાડ મુખ્ય આયોજક હતા.

(3:03 pm IST)