Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

અમદાવાદમાં કર્સ્‍ટન- નેહરાની દેખરેખમાં ગુજરાત ટાઈટન્‍સના પ્‍લેયર્સની પ્રેકિટસ

નવી દિલ્‍હીઃ ગુજરાત ટાઈટન્‍સના ખેલાડીઓએ અમદાવાદમાં નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં હેડ- કોચ આશિષ નેહરા અને બેટિંગ- કોચ તથા મેન્‍ટર ગેરી કર્સ્‍ટનની દેખરેખમાં આઈપીએલની નવી સીઝન માટેની પ્રેકિટસના શ્રીગણેશ કર્યા હતા. પ્રેકિટસ માટેના આ ટીમના ભારતીય ખેલાડીઓમાં રાહુલ તેવટિયા, યશ દયાલ, વૃધ્‍ધિમાન સહા, અભિનવ મનોહર, દર્શન નાલકંડે, ઉર્વિલ પટેલ, નૂર અહમદ, આર. જયંત યાદવ, સાઈ કિશોર, સાઈ સુદર્શન, વિજય શંકર, પ્રદીપ સંગવાન, શિવમ માવી અને મોહિત શર્માનો સમાવેશ છે.

(3:31 pm IST)