Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

મુંબઈ ઈન્‍ડિયન્‍સે પ્રેકટીસ શરૂ કરી

નવી દિલ્‍હીઃ ઈન્‍ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ પાંચ વખત ચેમ્‍પિયન બનેલી મુંબઈ ઈન્‍ડિયન્‍સની ટીમના ખેલાડીઓએ ૨૦૨૩ની નવી સીઝન માટે નવી મુંબઈના ઘણસોલી વિસ્‍તારમાં પ્રેકિટસ શરૂ કરી હતી. સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ વિકેટકીપર- બેટર માર્ક બાઉચર મુંબઈ ઈન્‍ડિયન્‍સનો નવો હેડ- કોચ છે અને તેના કોચિંગમાં પહેલીવાર આઉટડોર સેશન યોજાયું હતું. જેમાં પીયૂષ ચાવલા, અર્જુન તેન્‍ડુલકર, તિલક વર્મા, રિતિક શોકીન, કુમાર કાર્તિકેય, મોહમ્‍મદ અર્શદ ખાન, રમણદીપસિંહ, નેહલ વાઢેર, રાઘવ ગોયલ, વિષ્‍ણુ વિનોદ, આકાશ મધવાલ અને શમ્‍સ મુલાનીએ તાલીમ લીધી હતી. બે વિદેશી ખેલાડીઓ ડેવાલ્‍ડ બ્રેવિસ અને ડુઆન યેન્‍સેન પણ આ કેમ્‍પમાં હતા.

(3:39 pm IST)