Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

મિલર શરૂઆતના મેચો નહિ રમે, ગુજરાત ટાઇટન્‍સની ટીમ નારાજ

નવી દિલ્‍હીઃ આઇપીએલ વર્તમાન વિજેતા ગુજરાત ટાઇટન્‍સની ટીમ પોતાના જ એક સ્‍ટાર ખેલાડીથી નારાજ છે. આ ખેલાડીએ પોતે જ કહી છે અને એ ખેલાડી છે ડેવિડ મિલર.

ગઈ સિઝનમાં તોફાની બેટિંગ બતાવનાર મિલર. ગુજરાતને ટાઈટલ અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. હાલ ગુજરાત ટાઇટન્‍સ પોતાના એ ખેલાડીથી નારાજ છે કારણ કે મિલર અઇપીએલની શરૂઆતની મેચમાં રમી શકશે નહીં. જો કે આ પાછળનું કારણ એ છે આ સમયે તે પોતાના દેશ સાઉથ આફ્રિકાની ટીમ સાથે નેધરલેન્‍ડ સામે રમશે.

સાઉથ આફ્રિકા અને નેધરલેન્‍ડ વચ્‍ચેની મેચ ૩૧ માર્ચે બેનોનીમાં અને ૨ એપ્રિલે વાન્‍ડરર્સમાં રમાશે અને તે જ સમયે આઈપીએલ પણ ૩૧ માર્ચથી શરૂ થઈ રહ્યું છે. સાથે જ આ આઈપીએલ સિઝનની પહેલી મેચ ગુજરાત ટાઈટન્‍સની છે, જેમાં તે ચાર વખત વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્‍સની ટીમ સામે રમશે

(3:40 pm IST)