Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

કાલે નિર્ણાયક વન-ડેઃ ૨૦૧૭માં ચેન્નઇમાં ઓસ્‍ટ્રેલીયા સામે હાર્દિક પહેલી જ વાર વન-ડે રમ્‍યો અને ભારતને જિતાડેલું

નવી દિલ્‍હીઃ ઓકટોબરમાં ઘરઆંગણે રમાનારા વનડેના વર્લ્‍ડકપ માટે ઓસ્‍ટ્રેલીયા સામેની વર્તમાન સિરીઝ ખુબ અગત્‍યની છે અને એ શ્રેણીની નિર્ણાયક મેચ આવતીકાલે(બપોરે ૧.૩૦ વાગ્‍યાથી) ચેન્નઇમાં રમાવાની છે. રોહિત શર્માની કેપ્‍ટન્‍સી માટે આ મેચ અત્‍યંત મહત્‍વની છે, વન-ડે વિશ્વકપની ટીમ તૈયાર કરવા સંબંધે પણ આ મુકાબલો ખુબ અગત્‍યો છે.

હવે આવતી કાલે ચેન્નઇમાં બન્ને ટીમની આકરી કસોટી છે. કેપ્‍ટન તો રોહિત જ છે, પરંતુ હાર્દિકે ફરી કમાલ દેખાડવાની છે. ૩૧ માર્ચે આઇપીએલ શરૂ થઇ રહી છે અને એમાં ડિફેન્‍ડીંગ ચેમ્‍પિયન ગુજરાત ટાઇટન્‍સને ફરી ટ્રોફી જીતવાની દિશામાં મોકલતા પહેલા હાર્દિકે આવતી કાલે ચેન્નઇમાં ઓસ્‍ટ્રેલીયાને બીજી વાર મજા ચખાડવાની છે. હાર્દિક ઓસ્‍ટ્રેલીયા સામે સૌથી પહેલી વન-ડે ૨૦૧૭ની ૧૭ સપ્‍ટેમ્‍બરે ચેન્નઇમાં રમ્‍યો હતો અને એમાં તેણે ૬૬ બોલમાં પાંચ સિકસર, પાંચ ફોરની મદદથી ૮૩ રન બનાવ્‍યા હતા. ઓસ્‍ટ્રેલીયાની ટીમ ૨૮૨ રનનો લક્ષ્યાંક મળ્‍યા બાદ ડકવર્થ/ લુઇસ મેથડ મુજબ ૨૧ ઓવરમાં ૧૬૪ રન બનાવ્‍યાનું કહેવામાં આવ્‍યા બાદ ૯ વિકેટે ૧૩૭ રન બનાવી શકતાં ભારતનો ૨૬ રનથી વિજય થયો હતો અને હાર્દિકે મેન ઓફ ધ મેચનો પુરસ્‍કાર જીતી લીધો હતો. આવતી કાલે ફરી ચેન્નાઇમાં ઓસ્‍ટ્રેલીયા સામે વન-ડે રમાવાની છે અને હાર્દિકના ઓલરાઉન્‍ડ પર્ફોર્મન્‍સ પર ફરી બધાની નજર રહેશે.

(4:21 pm IST)