Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

સર્બિયા ઓપનની જોકોવિચે જીત સાથે કરી શરૂઆત

નવી દિલ્હી: વિશ્વના નંબર -1 ટેનિસ ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચે પોતાના વતન બેલગ્રેડમાં સર્બિયા ઓપનની શરૂઆત સીધા સેટની જીતથી કરી છે. જોકોવિચે પ્રથમ મેચમાં સાઉથ કોરિયાના કવોન સૂન વૂને 6-1,6-3થી હરાવીને આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. જોકોવિચે તેના વિરોધી સામે માત્ર 90 મિનિટમાં જીત મેળવી અંતિમ -8 માં સ્થાન મેળવ્યું.આ એટીપી 250 ઇવેન્ટ આઠ વર્ષ પછી ફરી યોજાઇ રહી છે. આ ટૂર્નામેન્ટ નોવાક ટેનિસ સેન્ટર ખાતે યોજાઈ રહી છે અને તેની ઇનામની રકમ 6.5 મિલિયન યુરો છે.

(5:46 pm IST)
  • રાજયમાં કોરોનાની સારવાર માટે નવી ગાઈડલાઈન જાહેર : કેટલાક કલીનીકલ પ્રોટોકોલમાં ફેરફાર જાહેર કર્યા : ગુજરાત સરકારની એકસપર્ટ ડોકટરોની પેનલે આજે કોરોના માટેની સારવારમાં આઈવરમેકટીન અને ફેવીપીરાવીર મેડીસીનનો ઉમેરો જાહેર કર્યો છે : હવે કોરોના માટેની સારવારમાં ઉપરની બે દવાનો ઉપયોગ કરવા માટે ગુજરાત સરકારે નવી કલીનીકલ પ્રોટોકોલ મેનેજમેન્ટ જાહેર કર્યાનું ડો.શાહએ જાહેર કર્યુ છે : તેમણે બીનજરૂરી દવા નહિં લેવાનું પણ કહ્યુ છે, અન્ય રાજયોના પ્રોટોકોલની ગાઈડલાઈનનો અભ્યાસ કર્યા પછી તથા ટાસ્ક ફોર્સ અને તજજ્ઞો સાથે ચર્ચા કરી નવી ગાઇડલાઈન જાહેર થઈ છે access_time 6:09 pm IST

  • આજે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાએ ફરી જોર પકડ્યું : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 697 અને ગ્રામ્યના 65 કેસ સાથે કુલ 762 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:30 pm IST

  • કોરોના રોગચાળાની બીજી લહેરની પકડમાં જીવલેણ વાયરસ ઘણા દેશોને પાયમાલ કરી રહ્યો છે. પરિણામેં વૈશ્વિક સ્તરે ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં આઠ લાખથી વધુ નવા કોરોના ના કેસ મળી આવ્યા અને 14 હજારથી વધુ પીડિતો દુઃખદ મૃત્યુ પામ્યા છે. અમેરિકાની જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર બુધવારે સવારે કોરોના પીડિતોનો વૈશ્વિક આંકડો વધીને 14 કરોડ 26 લાખથી વધુ થઈ ગયો છે. access_time 1:37 am IST