Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

બે સમયના ભોજન માટે પણ તડપતો વેસ્ટ ઇન્ડીઝનો પૂર્વ દિગ્ગજ ક્રિકેટર પેટરસન : અશ્વિને મદદ કરવાની કરી અપીલ

નવી દિલ્હી,તા. ૨૨: ભારતમાં જેવી સ્થિતિ છે દરેક દેશોમાં એવી સ્થિતિ નથી હોતી. એક ક્રિકેટર આર્થિક તંગીથી ઝઝૂમી રહ્યો છે અને આર. અશ્વિને તેની મદદ કરવા માટે અપીલ કરી છે. વેસ્ટઇન્ડીઝનો પૂર્વ બોલર પેટ્રીક પેટરસન બે સમયના જમવા માટે પણ ફાંફા મારી રહ્યો છે. તેની મદદ માટે અશ્વિન આગળ આવ્યો છે.

અશ્વિને ટ્વીટ કરીને લખ્યું કે, પેટ્રીક પેટરસનને પોતાના દેનિક જીવનને જીવવા માટે મદદની જરૂર છે. ભારતીય મુદ્રામાં પૈસા આપવા માટે કોઇ વિકલ્પ નથી. જો કોઇ મદદ કરી શકે તો પ્લીઝ કરો.

પેટરસન પર સૌથી પહેલા ભારત સુંદરસને ટ્વિટ કરી હતી. ભારતે પોતાના ટ્વિટમાં લખ્યુ કે, પેટ્રીક પેટરસનની આર્થિક સ્થિતિ દિન પ્રતિદીન ખરાબ થતી જાય છે. તે કરિયાણાનો સામાન ખરીદવામાં પણ અસમર્થ છે. પ્લીઝ તેની મદદ કરો.

પેટ્રીકે ૧૯૮૬માં ડેબ્યુ કર્યુ હતુ. પેટ્રીકે ૨૮ ટેસ્ટ મેચમાં ૯૩ વિકેટ લીધી અને ૫૯ વન ડે મેચમાં ૯૦ વિકેટ લીધી છે. તેણે એક મેચમાં ભારત વિરુદ્ઘ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.

૧૯૮૭માં દિલ્હીમાં રમાયેલ ટેસ્ટ મેચમાં ૨૪ રન આપીને ૫ વિકેટ લીધી હતી અને ભારતને પહેલી ઇનીંગ ૭૫ રન પર સમેટવા માટે મહત્વની ભૂમિકા નીભાવી હતી. આ મેચ ભારત હારી ગયુ હતુ.

(3:04 pm IST)