Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

IPLમાં ધૂમ મચાવનાર ક્રિકેટર

નીતિશ રાણાએ તેની પત્નીને પીઠ ઉપર બેસાડી કર્યુ વર્કઆઉટ : વિડીયો વાયરલ

નવી દિલ્હી,તા.૨૨: આઈપીએલમાં ધમાલ મચાવનાર ભારતીય બેટ્સમેન નીતીશ રાણાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેની પત્ની સાચી મારવાહ તેમની પાછળ બેઠા છે અને ઉઠક-બેઠક કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો જોઈને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે.

 

નીતીશ રાણાની પત્ની સાચી મારવાહએ આ વીડિયોને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં સાચી મારવાહ પતિ નીતીશ રાણા સાથે પીઠ પર બેસીને વર્કઆઉટ કરતી જોવા મળે છે. વીડિયોમાં નીતીશ રાણા કેકેઆરની જર્સીમાં જોવા મળી રહ્યા છે. નીતીશ રાણા અને તેની પત્ની સાચી મારવાહના વીડિયો પર ઘણા લોકો મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે.

(3:04 pm IST)