Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

દીપક ચાહરને ઇજામાંથી મુકત થવા હજુ એકાદ મહિનો લાગશે

સ્‍પિનર વોશીંગ્‍ટન સુંદર કાઉન્‍ટી મેચો રમશે

નવી દિલ્‍હી : ઝડપી બોલર દીપક ચાહર ઇજાના કારણે આઇપીએલ પણ રમી શકયો નહતો તેને હવે સંપૂર્ણ રીતે ફિટ થવામાં એક મહિનાથી વધુ સમય લાગશે. બીજી તરફ વોશિંગ્‍ટન સુંદર તેની ઇજામાંથી સંપૂર્ણ સ્‍વસ્‍થ થયા બાદ ઇંગ્‍લેન્‍ડમાં કાઉન્‍ટી  ક્રિકેટ રમવાની તૈયારી કરી રહ્યો છે.

તો દીપકે કહ્યુ કે હુ મારા રિહેબ શેડયૂબ મુજબ એક સમયે ચારથી પાંચ ઓવરની બોલિંગ એકસરસાઇઝ કરી રહ્યો છુ મારી રિકવરી ખૂબ સારી રીતે ચાલી રહી છે અને મને લાગે છે કે મને મેચ માટે જરૂરી ફિટનેસ પાછી મેળવવા માટે ચારથી પાંચ ઓવર લાગશે.  હજુ વધુ અઠવાડિયા લાગશે. જયાં સુધી રિકવરીનો સવાલ છે. તો એક સ્‍ટેપ બાય સ્‍ટેપ પ્રક્રિયા છે. મને નથી  લાગતુ કે ઇંગ્‍લેન્‍ડમાં ટી-૨૦ સિરીઝ માટે ફિટ થઇશ એકવાર હુ મેચ ફિટ થઇ જઇશ. તેથી મારે મારી ફિટનેશ તપાસવા માટે કલબ લેવલની કેટલીક મેચ  રમીશ.

(2:58 pm IST)