Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

પૂર્વ વિશ્વ ચેમ્‍પિયન વિશ્વનાથન આનંદે દોઢ લાખ ડોલર ઇનામની લેજન્‍સ ચેસ ટુર્નામેન્‍ટના પ્રથમ રાઉન્‍ડમાં પીટર સ્‍વિડલર સામે હારનો સામનો કરવો પડયો

ચેન્નઈઃ પૂર્વ વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ એ દોઢ લાખ ડોલર ઈનામી લેજન્ડ ચેસ ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં પીટર સ્વિડલર વિરુદ્ધ 1.5-2.5થી હારનો સામનો કરવો પડ્યો છે.  મૈગ્નસ કાર્લસન ચેસ ટૂરમાં પ્રથમવાર રમી રહેલા આનંદે બેસ્ટ ઓફ ફોર બાજીના મુકાબલામાં પ્રથમ ત્રણ બાજી ડ્રો રમી હતી. પરંતુ તેમણે છેલ્લી બાજીમાં હારનો સામનો કરવો પડ્યો છે.

મેમાં ઓનલાઇન નેશન્સ કપમાં ભાગ લીધા બાદ વાપસી કરી રહેલ આનંદ અન સ્વિડલર ત્રણ બાજી બાદ 1.5-1.5થી બરાબરી પર હતા. પરંતુ ભારતીય ખેલાડીએ અંતિમ બાજીમાં હારની સાથે મુકાબલો ગુમાવી દીધો છે. અનુભવી બોરિસ ગેલફ્રેન્ડે પ્રથમ દિવસે અપસેટ સર્જતા વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી ચીનના ડિંગ લિરેનને 3-1થી પરાજય આપ્યો હતો.

વિશ્વના નંબર વન ખેલાડી નોર્વેના કાર્લસને નેધરલેન્ડના અનીષ ગિરીને 3-1થી પરાજય આપ્યો, જ્યારે રૂસનો ઇયાન નેપોમનિયાચી અને હંગરીના પીટર લેકો પણ જીત મેળવવામાં સફળ રહ્યાં છે. નેપામનિયાચીએ વ્લાદિમીર ક્રૈમનિક જ્યારે લેકોએ વૈસિલી ઇવાનચુકને પરાજય આપ્યો હતો.

બધી રાઉન્ડ રોબિન મેચ બેસ્ટ ઓફ ફોર મુકાબલા છે. લેજન્ડ ઓફ ચેસ સ્પર્ધામાં ચેસેબલ માસ્ટર્સના સેમિફાઇનલમાં જગ્યા બનાવનાર કાર્લસન, લિરેન, નેપોમનિયાચી અને ગિરીને સ્વતઃ આમંત્રણ મળ્યું છે, અને તે 40-52 ઉંમર વર્ગના છે લેજન્ડની સાથે રમી રહ્યાં છે, જે પોતાના કરિયર દમરિયાન ક્યારેક-ક્યારેક વિશ્વ ચેસમાં ટોપ પર રહ્યાં હતા.

(5:14 pm IST)