Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

૧ ઓકટોબરથી ટી-૨૦ મહિલા એશિયા કપઃ ૭મીએ ભારત વિ.પાકિસ્‍તાનનો મુકાબલો

હરમનપ્રીત કૌર કેપ્‍ટન, સ્‍મૃતિ મંધાના વાઈસ કેપ્‍ટન

નવી દિલ્‍હીઃ અખિલ ભારતીય મહિલા પસંદગી સમિતીએ ૧થી ૧૫ ઓકટોબર સુધી બાંગ્‍લાદેશના સિલહટમાં રમાનાર આગામી એસીસી મહિલા ટી-૨૦ ચેમ્‍પિયનશિપ ૨૦૨૨ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી છે. હરમનપ્રીત કૌર ૧ ઓક્‍ટોબરથી બાંગ્‍લાદેશમાં શરૂ થનાર મહિલા એશિયા કપ ટી-૨૦ ટૂર્નામેન્‍ટમાં ભારતની આગેવાની કરશે.
 સ્‍મળતિ મંધાનાને વાઇસ કેપ્‍ટન બનાવી છે. ૧ ઓકટોબરથી શરૂ થઇ રહેલા ૧૫ દિવસીય ટૂર્નામેન્‍ટમાં સાત ટીમ ભાગ લેશે. ટૂર્નામેન્‍ટ રાઉન્‍ડ રોબિન ફોર્મેટમાં રમાશે, જેમાં ટોપની ચાર ટીમ સેમિ ફાઇનલ માટે કવોલિફાઇ કરશે. ટૂર્નામેન્‍ટમાં રમનારી ટીમ ભારત, પાકિસ્‍તાન, યજમાન બાંગ્‍લાદેશ, શ્રીલંકા, યૂએઇ, થાઇલેન્‍ડ અને મલેશિયા છે. તાલિબાનના સત્તા સંભાળ્‍યા બાદથી અફઘાનિસ્‍તાનમાં મહિલા ટીમ નથી.ભારત, પાકિસ્‍તાન, યજમાન બાંગ્‍લાદેશ, શ્રીલંકા, સંયુકત અરબ અમીરાત, થાઇલેન્‍ડ અને મલેશિયા ગ્રુપ સ્‍ટેજમાં ઓછામાં ઓછા એક બીજા સામે ટકરાશે.
રાઉન્‍ડ રોબિન તબક્કાના અંતમાં ટોપ ૪ ટીમ સેમિ ફાઇનલ માટે ક્‍વોલિફાઇ કરશે. ભારતીય મહિલા ટીમ પોતાના અભિયાનની શરૂઆત શ્રીલંકા વિરૂદ્ધ કરશે. તે પાકિસ્‍તાન સામે ટકરાયા પહેલા સતત મલેશિયા (૩ ઓકટોબર) અને યૂએઇ (૪ ઓકટોબર) રમશે. ભારત ૮ ઓક્‍ટોબરે બાંગ્‍લાદેશ સામે રમશે અને ૧૦ ઓકટોબરે થાઇલેન્‍ડ વિરૂદ્ધ રાઉન્‍ડ રોબિન રમત રમશે.ભારતની મહિલા ક્રિકેટ ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્‍ટન), સ્‍મળતિ મંધાના (વાઇસ કેપ્‍ટન), દીપ્તિ શર્મા, શૈફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્‍સ, સબબિનેની મેધના, ઋચા ઘોષ (વિકેટ કીપર), તોહ રાણા, દયાલન હેમલતા, મેઘના સિંહ, રેણુકા ઠાકુર, પૂજા વષાાકર, રાજેશ્વરી ગાયકવાડ, રાધા યાદવ, કે.પી. નવગિરેસ્‍ટેન્‍ડબાય ખેલાડીઃ તાનિયા સપના ભાટિયા, સિમરન દિલ બહાદુર.
ભારતના મુકાબલા
૧ ઓકટોબર- ભારત વિ. શ્રીલંકા, ૩ ઓકટોબર- ભારત વિ. મલેશિયા, ૪ ઓકટોબર- ભારત વિ. યૂએઇ, ૭ ઓકટોબર- ભારત વિ. પાકિસ્‍તાન, ૮ઓકટોબર- ભારત વિ. બાંગ્‍લાદેશ, ૧૦ઓકટોબર- ભારત વિ.થાઇલેન્‍ડ, ૧૩ ઓકટોબર- પ્રથમ સેમિફાઇનલ, ૧૩ ઓક્‍ટોબર- બીજી સેમિ ફાઇનલ

 

(3:58 pm IST)