Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ઓસ્ટ્રેલિયન ઓપન: સાનિયા મિર્ઝા-રોહન બોપન્ના જોડી મિક્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી

નવી દિલ્હી: ટોચની ભારતીય ટેનિસ ખેલાડીઓ સાનિયા મિર્ઝા અને રોહન બોપન્ના સોમવારે અહીં ઓસ્ટ્રેલિયન ઓપનની મિક્સ્ડ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. ભારતીય જોડીએ બીજા રાઉન્ડની મેચમાં જાપાનના માકોટો નિનોમિયા અને ઉરુગ્વેના એરિયલ બેહારની જોડીને 6-4, 7-6 (11-9)થી પરાજય આપ્યો હતો. હવે તેઓ ક્વાર્ટર ફાઇનલમાં લાતવિયન-સ્પેનિશ જોડી જેલેના ઓસ્ટાપેન્કો અને ડેવિડ વેગા હર્નાન્ડેઝ સામે ટકરાશે. રિયો ઓલિમ્પિકની સેમી ફાઇનલિસ્ટ સાનિયા અને બોપન્નાએ પ્રથમ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયન જોડી જેમી ફોરલિસ અને લ્યુક સેવિલેને હરાવ્યાં હતાં.સાનિયા તેનું છેલ્લું ગ્રાન્ડ સ્લેમ રમી રહી છે. છ વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનએ આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તે 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી WTA 1000 ઇવેન્ટ દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ પછી વ્યાવસાયિક ટેનિસમાંથી નિવૃત્તિ લેશે.મહિલા ડબલ્સમાં, સાનિયા અને તેની કઝાક પાર્ટનર અના ડેનિલિનાનું ઓસ્ટ્રેલિયન ઓપન અભિયાન રવિવારે બીજા રાઉન્ડમાં યુક્રેન-બેલ્જિયમની એલિસન વેન વાટવાંક અને એન્હેલિના કાલિનીના સામે પરાજય થતાં સમાપ્ત થયું.

(7:51 pm IST)