Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ફુટબોલમાં પેનલ્ટી શુટ આઉટ, ટેનીસમાં ટાઇ-બ્રેકર તો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપના વિજેતા નકકી કરવા પણ કોઇ ફોર્મ્યુલા હોવી જોઇએ : ગાવસ્કર

મુંબઇ : ક્રિકેટમાંથી કોમેન્ટેટર બનેલા સુનીલ ગાવસ્કરનું માનવું છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ આ ફાઇનલનો વિજેતા નકકી કરવા કોઇ ફોર્મ્યુલા ઘડી કાઢવી જોઇએ.

આ ફાઇનલ પહેલા આઇસીસીએ જાહેર કર્યુ હતું કે મેચ જો ડ્રો રહી તો બન્ને ટીમો ટ્રોફિ શેર કરશે અને પ્રાઇઝ-મની બન્ને વચ્ચે સરખે ભાગે વહેંચાઇ જશે.

પહેલી વાર કોઇ ફાઇનલમાં ટ્રોફી શેર થશે એમ જણાવતાં સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે આઇસીસીએ વિજેતા નકકી કરવા ફુટબોલ અને ટેનિસ જેવી અનય રમતો પર નજર કરવી જોઇએ. ફુટબોલમાં વિજેતા નકકી કરવા પેનલ્ટી શુટઆઉટ અથવા અન્ય રીત હોય છે. ટેનિસમાં પાંચ સેટ અને ટાઇ-બ્રોકર હોય છે.

(4:22 pm IST)