Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

ઓસ્‍ટ્રેલિયાની બેટર ચાર ઇનિંગ્‍સમાં જીતી ચાર એવોર્ડ

તાલીઆ મેકગ્રાને ૮માંથી ૪ ટી૨૦માં બેટિંગ કરવા મળી અને ચારેયમાં બેસ્‍ટપ્‍લેયર ઘોષિત થઇ

ઓસ્‍ટ્રેલિયાની ૨૬ વર્ષની રાઇટ-હેન્‍ડ તાલીઆ મેકગ્રા ગુરુવારે આયરલેન્‍ડમાં આયરલેન્‍ડ સામેની ટી૨૦ ઇન્‍ટરનેશનલમાં(કરીઅરમાં) ચોથી વાર મેચ-વિનિંગ બેટિંગને લીધે પ્‍લેયર ઓફ ધ મેચ બની હતી. નવાઇની વાત એ છે કે અ પહેલાં તેણે ટી૨૦ ફોર્મેટમાં જે ત્રણ મેચમાં બેટિંગ કરી હતી એ ત્રણેય મેચમાં પણ તે બેસ્‍ટ પ્‍લેયરનો એવોર્ડ જીતી હતી.

ગુરુવારે તાલીઆએ ૪૫ બોલમાં ૧૧ ફોરની મદદથી ૭૦ રન બનાવ્‍યા હતા. કેપ્‍ટન મેગ લેનિંગે ૪૯ બોલમાં ૭૪ રન બનાવ્‍યા હતા, પરંતુ તાલીઆની ઇનિંગ્‍સ વધુ રોમાંચક હતી. તેણે લેનિંગ સાથે ૧૩૫  રનની ભાગીદારી કરી હતી. ઓસ્‍ટ્રેલિયાએ ૪ વિકેટે ૧૮૨ રન બનાવ્‍યા  બાદ આયરલેન્‍ડની ટીમ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૧૯ રન બનાવી શકતાં ૬૩ રનથી હારી ગઇ હતી.

આ મેચ અગાઉની ત્રણ મેચમાં તાલીઆની બેટિંગ ન હોતી આવી અને એ પહેલાં ઇંગ્‍લેન્‍ડ અને ભારત સામે તે જે કુલ ત્રણ ટી૨૦ રમી હતી એમાં તેણે અણનમ ૯૧, અણનમ ૪૪ અને અણનમ ૪૨ રન બનાવ્‍યા હતા અને એ ત્રણેયમાં તેને પ્‍લેયર ઓફ ધ મેચનો પુરસ્‍કાર આપવામાં આવ્‍યો  હતો.

ટૂંૅકમાં કહીએ તો તાલીઆ કુલ ૮ ટી૨૦ મેચ રમી, ૪ મેચમાં તેની બેટિંગ આવી અને ચારેયમાં તે સર્વશ્રેષ્‍ઠ ખેલાડીઓ પુરસ્‍કાર જીતી.

(5:15 pm IST)