Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

ટેનિસના ‘બિગ ફોર' ભેગા રમશે

જોકોવિચ, નડાલ, ફેડરર, મરે પહેલી વાર એક જ ટીમ વતી રમશે

ટેનિસના ચાહકોને અચંબનમાં મૂકઁી દે એવી ઘટના બનવાની છે.‘બિગ ફોર' તરીકે જાણીતા ચાર ટેનિસ ખેલાડીઓ નોવક, જોકોવિચ, રાફેલ નડાલ, રોજર ફેડરર અને એન્‍ડી મરે એક જ ટીમ વતી રમતા જોવા મળશે. આ ચારેય સિતારા ‘ટીમ યુરોપ' વતી રમશે એ સાથે લેવર કપના ઇતિહાસમાં નવો ઇતિહાસ સર્જાશે.

આગામી સપ્‍ટેમ્‍બરમાં ઇંગ્‍લેન્‍ડમાં યોજાનારી આ સ્‍પર્ધામની પાંચમી સીઝનમાં ભાગ લેવા નડાલ, ફેડરર, મરેએ સંમતિ અગાઉ જ આપી દીધી હતી અને હવે જોકોવિચે પણ કમિટમેન્‍ટ બતાવ્‍યું છે. જોકોવિચ બીજી વાર લેવર કપમાં રમશે અને પહેલીવાર મેચ જીતવા કોઇ કસર બાકી નહીં રાખે, કારણકે આ પહેલાં ૨૦૧૮માં તે સિંગલ્‍સની મેચ હારવા ઉપરાંત ડબલ્‍સમાં રોજર ફેડરર ૃસાથેની જોડીમાં પણ પ્રથમ મુકાબલો હારી ગયો હતો.

કેપ્‍ટન બ્‍યોન બોર્ગની ટીમ યુરોપ ૨૦૧૭ની પહેલી લેવર કપ સ્‍પર્ધાથી દર વર્ષે (ચારેય વર્ષ) આ સ્‍પર્ધાની ટ્રોફી જીતી લીધી છે.

(5:16 pm IST)