Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

વન-ડે ક્રિકેટનો ધીમે-ધીમે અંત આવી રહ્યો છેઃ ઉસ્‍માદ ખ્‍વાજા

ઓસ્‍ટ્રેલિયાના બેટર ઉસ્‍માન ખ્‍વાજાને ઇંગ્‍લિશ ઓલરાઉન્‍ડર બેન સ્‍ટોકસના વન-ડેમાંના રિટાયરમેન્‍ટથી કોઇ આヘર્ય નથી થયું અને એ મુદ્દે થતી ચર્ચામાં ભાગ લેતા કહ્યું છે મને તો એવુ લાગી રહ્યું છે કે વન-ડે ક્રિકેટનો ધીમે-ધીમે અંત આવી રહ્યો છે.

સ્‍ટોકસે ટેસ્‍ટ અને ટી૨૦ ઇન્‍ટરનેશનલ્‍સમાં રમવાનું ચાલુ રાખ્‍યું છે. તે આઇપીએલ સહિતની લોગ ટુર્નામેન્‍ટોમાં પણ રમતો રહેશે. પરંતુ વન-ડે છોડતાં તેણે કહ્યું હવે ત્રણેય ફોર્મેટમાં રમતા રહેવું મારા માટે સંભવ નથી.

ઇન્‍ટરનેશનલ ક્રિકેટના આકડાઓ પર ભડકતા એક ે મુલાકાતાં કહ્યું, ખેલાડીઓનો કારની જેમ ઉપયોગ બંધ થાય તો સારુ. અમે કંઇ કાર નથી કે એમાં બળતણ ભરો એટલે દોડતા થઇએ અને પાછા ફયુઅલ માટે તૈયાર થઇ જઇએ.

ઓસ્‍ટ્રેલિયા વતી ત્રણ વર્ષથી લિમીટેડ ઓવર્સની મેચો ન રમેલા ટેસ્‍ટ સ્‍પેશ્‍યાલિસ્‍ટ ખ્‍વાજાએ કહ્યું છે. મને લાગે છે કે સમય જતા ૫૦ ઓવરની ક્રિકેટ નો અંત આવી જશે. ટેસ્‍ટ-ક્રિકેટ દરેક ખેલાડી માટે શિખર કહેવાય અને ટી-૨૦ ક્રિકેટની તો હવે વિશ્વભરમાં લીગ મેચો.

જ્જબેન સ્‍ટોકસ, તું વાઇટ-બોલ ક્રિકેટના ફોર્મેટમાં જે રીતે રમ્‍યો એનાથી વિશ્વભરના ઘણા લોકો (ક્રિકેટ રમતા ખેલાડીઓએ પોતાનામાં બદલાગ જોયા છે. તે ઈંગ્‍લિશ શર્ટ પહેરીને જે રીતે પફોર્મ કર્યુ એ જોઇને  તો હવે ઘણા બાળકો બેટિંગ, બોલિંગ અને ફીલ્‍ડિંગ ત્રણેય કરતા ઉત્‍સુક જોવા મળ્‍યાં છે. સ્‍ટોકસ, તેં જે સિદ્ધ કર્યુ છે એ બદલ અમે બધા ગર્વ અનુભવીએ છીએ. જો રૂટ                            

જ્જ મને લાગે છે કે બેન સ્‍ટોકસે વન-ડે છોડવાનો સાચો નિર્ણય લીધો છે. આનાથી તે સૌથી લાંબી ફોર્મેટની ક્રિકેટ (ટેસ્‍ટ)માં પોતાની બધી તાકાત કામે લગાડી શકશે અને ટેસ્‍ટની કેપ્‍ટન્‍સી પર તે વધુ ધ્‍યાન આણી શકશે.: બ્રેન્‍ડન મેકલમ

રમાવા લાગી છે. આ એન્‍ટરટેઇનિંગ ક્રિકેટ વિશ્વમાં દરેકને પ્રિય છે. મારા મતે ત્રણેય ફોર્મેટમાં વન-ડે ક્રિકેટ ત્રીજી રેન્‍ક પર છે. મને લાગે છે કે વન-ડે ક્રિકેટ ફોર્મેટ સ્‍લો ડેથ તરફ આગળ વધી રહ્યુ છે.

(5:18 pm IST)