Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

બાબર, રિઝવાન બિગ બેશના પ્‍લેયર્સ ડ્રાફટમાં

ઓસ્‍ટ્રેલિયાની બિગ બેશ ટી૨૦ લીગ (બીબીએલ) માટે પહેલી જ વાર વિદેશી ખેલાડીઓને પ્‍લેયર-ડ્રાફટ માટે નોમિનેટ કરવામાં આવી રહ્યા છે અને એમાં ફેફ ડુ પ્‍લેસી, ડ્‍વેઇન બ્રાવો, કીરોન પોલાર્ડ, રાશિદ ખાનની સાથે હવે પાકિસ્‍તાનના બાબર આઝમ, મોહમ્‍મદ રિઝવાન તેમ જ શાહીન શાહ આફ્રિદીનો સમાવેશ થઇ રહ્યો છે. બીબીએલ ડ્રાફટ માટે કુલ ૧૭૦ નોમિનશન્‍સ આવ્‍યાં છે જેમાંથી માત્ર ૨૮ નામ જાહેર કરાયાં છે. 

(5:22 pm IST)