Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

સાકરિયા, મુકેશ ઓસ્‍ટ્રેલિયાની ટી૨૦ સિરીઝમાં રમશે

આઇપીએલમાં દિલ્‍હી વતી રમેલો ચેતન સાકરિયા અને ચેન્નઇ વતી રમી ચૂકેલા મુકેશ ચૌધરી બ્રિસ્‍બેનમાં આગામી ૧૮ ઓગષ્‍ટથી પહેલી વાર રમાનારી ટી ૨૦ મેકસ સિરીઝમાં ભાગ લેશે. ભારતના એમઆરએફ ફાઉન્‍ડેશન અને ઓસ્‍ટ્રેલિયન બોર્ડ વચ્‍ચેના પ્રોગ્રામની આપ-લેના ભાગરૂપે શરૂ થઇ રહેલી આ સિરીઝમાં સાકરિયા સનશાઇન કોસ્‍ટ તરફથી અને મુકેશ વાયનમ-મેન્‍લી તરફથી રમશે. આઇપીએલ અને બિગ બેશના ઘણા સિતારાઓ આમાં રમતા જોવા મળશે.

(5:22 pm IST)