Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

કે.એલ રાહુલ બાદ રવીન્દ્ર જાડેજા પણ સીરિઝમાથી “OUT”!: પહેલા વનડેમાં ગોઠણ પર ઘા લાગતાં થયા ઇજાગ્રસ્ત

કે.એલ રાહુલ કોરોના સંક્રમિત થવાથી અને જાડેજા ઇજાગ્રસ્ત થવાનાં કારણે વેસ્ટ ઇન્ડીઝ સામેની વન ડે સીરિઝથી બહાર થયા

નવી દિલ્લી તા.23 : ભારતને વેસ્ટઇન્ડીઝ સામેની મેચ ટુરમાં વધુ એક ઝડકો લાગ્યો છે. પહેલા તો કે.એલ. રાહુલ સંક્રમિત થતાં તેઓ સીરિઝમાથી બહાર થયા હતા. જે બાદ વેસ્ટઇન્ડીઝ સામેની પ્રથમ વન ડેમાં પગના ગોઠણ પર ઘા લાગતા તેઓ આખી સીરીઝથી બહાર થઇ ગયા છે. જેને લઈ ભારતીય ટીમની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.

એ સમયે કે એલ રાહુલ કોરોના સંક્રમિત થઇ ગયા છે અને તે ટી20 સીરીઝથી બહાર થઇ ગયા છે. જો કે કે.એલ રાહુલ વેસ્ટ ઇન્ડીઝ સામેની વનડે સીરીઝનો હિસ્સો નહતા એમને પણ આ સીરીઝમાંથી આરામ આપવામાં આવ્યો હતો. પણ તે ટી20 સીરીઝના મહત્વના હિસ્સા હતા. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે વનડે સીરીઝ પછી 5 ટી-20 મેચ રમવામાં આવશે. જેની શરુઆત 29 જુલાઈથી થવા જઈ રહી છે. હવે કે.એલ રાહુલ એ ટી-20 સીરીઝથી બહાર થઇ ગયા છે. તેવા અહેવાલો સામે આવ્યા છે. જો કે, આ બંને ખેલાડી મેચની બહાર થઇ ગયા છે તે વાત પર હજુ BCCI એ કોઈ ઓફીશીયલ નિવેદન આપ્યું નથી. વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી મેચ દરમિયાન જાડેજાના ઘા પર અપડેટ આપતા તેમણે કહ્યું હતું કે, તેઓ શરૂઆતી 2 વનડેથી બહાર થઇ ગયા છે અને હાલ એમની હાલત પર મેડીકલ ટીમ નજર રાખીને બેઠી છે. સાથે જ ત્રીજા વનડે મેચમાં એ રમશે કે નહીં એ વિશે હજુ કોઈ માહિતી મળી નથી. જો કે ભારતને બે ઝટકા લાગ્યા પછી પણ પહેલો વનડે મેચ જીતવામાં સફળ થયું હતું. શિખર ધવનની કેપ્ટનશીપમાં ભારત 3 રનથી પહેલી વનડે મેચ જીતી ગયા હતા. તે મેચથી શુભમન ગીલ લગભગ દોઢ વર્ષ પછી વનડે ટીમમાં પરત આવ્યા હતા.

(11:31 pm IST)