Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

વિઝડન ટ્રોફી કોણ જીતશે? બપોરે ૩ વાગ્યાથી ઈંગ્લેન્ડ- વિન્ડીઝ વચ્ચે અંતિમ ટેસ્ટ

પ્રથમ ટેસ્ટ વિન્ડીઝે તો બીજા ટેસ્ટમાં ઈંગ્લેન્ડ બાજી મારી હતી

માન્ચેસ્ટારઃ કોરોના કાળમાં ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલ ટેસ્ટ સીરીઝનો ત્રીજો અને અંતિમ ટેસ્ટ આજથી માનચેસ્ટર ખાતે ભારતીય સમય મુજબ બપોરે ૩ વાગે શરૂ થયો છે.

પહેલા ટેસ્ટમાં પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝે યજમાન ઈંગ્લેન્ડને ચાર વિકેટે હરાવ્યુ હતુ. જયારે બીજા ટેસ્ટ ઈંગ્લેન્ડે ઓલ્ડ ટ્રાફેડમાં ૧૧૩ રને જીત મેળવી હતી. આમ ત્રણ ટેસ્ટની સીરીઝ ૧-૧ થી બરાબરી ઉપર છે. વેસ્ટ ઈન્ડીઝને જીતવાની તક છે. વેસ્ટ ઈન્ડીઝે વીઝડન ટ્રોફી પોતાની પાસે જાળવી રાખવા ત્રીજો ટેસ્ટ જીતી ન શકે તો ડ્રો કરાવવો જરૂરી છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે. ઈંગ્લેન્ડ- જોરૂટ (કેપ્ટન), એન્ડરસન, જોફ્રાઆર્ચર, ડોમિનિક બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, રોરીબર્ન્સ, બટલર, ક્રાઉલી, સૈમ કરન, ઓલી પોપ, ડોમ સીબ્લી, સ્ટોકસ, ક્રિસવોકસ અને માર્ક વુડ છે.

વેસ્ટ ઈન્ડીઝ- હોલ્ડર (કેપ્ટન), જોનકેમ્પબેલ, બ્રેથવેટ, બુકસ, શાઈ હોપ, રોસ્ટન ચેસ, બ્લેકવુડ, ડોવરિચ (વિકેટકિપર), અલ્ઝારી જોસેફ, કેમાર રોચ, શૈનોન ગ્રેબીયલ, રાહકીમ કાર્નવાલ, જોશુઆડા સિલ્વા, શેન મોઝલી અને નક્રુમાહ બોનર છે.

(4:02 pm IST)