Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

ઇન્‍ડિયન પ્રિમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્‍ટ 19 સપ્‍ટેમબરથી સંયુક્‍ત આરબ અમીરાતમાં શરૂ થવાની સંભાવના

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ  (IPL) 19 સપ્ટેમ્બરા સંયુક્ત અરબ અમીરાતમાં શરૂ થઈ શકે છે અને તેની ફાઇનલ 8 નવેમ્બરે રમાશે. બીસીસીઆઈના એક સૂત્રએ ગુરૂવારે આ જાણકારી આપી છે. આઈપીએલ સંચાલન પરિષદની આગામી સપ્તાહે બેઠક યોજાશે જેમાં તેને અંતિમ રૂપ આપવાની સાથે કાર્યક્રમને મંજૂરી આપવામાં આવશે. જાણવા મળ્યું છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈઃએ પોતાની યોજનાથી ફ્રેન્ચાઇઝીને માહિતગાર કરી દીધી છે.

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ, પૂરી સંભાવના છે કે આઈપીએલ 19 સપ્ટેમ્બર (શનિવાર)થી શરૂ થશે અને ફાઇનલ આઠ નવેમ્બર (રવિવાર)ના રમાશે. આ રીતે તે 51 દિવસ સુધી ચાલશે અને આ ફ્રેન્ચાઇઝી અને પ્રસારકો સિવાય અન્ય હિતધારકોને અનુકૂળ હશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ઓક્ટોબર નવેમ્બરમાં રમાનાર ટી20 વિશ્વકપને સ્થગિત કરવાના નિર્ણય બાદ આઈપીએલનું આયોજન સંભવ થયું છે.

તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આઈપીએલ 26 સપ્ટેમ્બરથી શરૂ થશે પરંતુ બીસીસીઆઈ તેને એક સપ્તાહ પહેલા શરૂ કરવા ઈચ્છે છે જેથી ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર અસર ન પડે. અધિકારીએ કહ્યુ, ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સરકારના નિયમો અનુસાર ત્યાં પહોંચવા પર 14 દિવસ સુધી ક્વોરેન્ટાઇન રહેવું પડશે. તેમાં મોડુ કરવાથી મુશ્કેલી થઈ શકે છે.

તેમણે કહ્યુ, 51 દિવસના કાર્યક્રમની સારી વાત તે હશે કે તેમાં એક દિવસમાં બે મેચોનું આયોજન ઓછુ થશે. સાત સપ્તાહ સુધી ટૂર્નામેન્ટ ચાલવાથી અમે પાંચ દિવસ બે મેચોના આયોજનના મૂળ કાર્યક્રમ પર ટકી શકીએ. પ્રત્યેક ટીમને અભ્યાસ માટે એક મહિનાના સમયની જરૂર પડશે અને તેવામાં ફ્રેન્ચાઇઝી 20 ઓગસ્ટ સુધી આયોજન સ્થળ પર પહોંચી જશે. તેથી તેને તૈયારી માટે ચાર સપ્તાહનો સમય મળી જશે.

(4:52 pm IST)