Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

T20 વર્લ્ડ કપ - 2021 : રોહિત શર્માને નામે નોંધાયો શરમજનક રેકોર્ડ : ઓપનર 'ગોલ્ડન ડક' આઉટ થયો

ભારતીય ટીમનો બીજો એવો ખેલાડી કે, તેણે વિશ્વકપની મેચમાં પાકિસ્તાન સામે શૂન્ય રન પર જ વિકેટ ગુમાવી દીધી : આ પહેલા પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર શૂન્ય રન પર આઉટ થયો હતો

મુંબઈ : ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઇમાં ટી20 વિશ્વકપની સુપર 12ની ગૃપ મેચ રમાઇ રહી છે. આ દરમ્યાન ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટીંગ કરી હતી. જેમાં તેણે પાકિસ્તાન સામે 152 રનનો પડકાર આપ્યો હતો. ભારતીય ટીમની શરુઆત ખરાબ રહી હતી અને બંને ઓપનરો ઝડપથી વિકેટ ગુમાવી બેઠા હતા. રોહિત શર્માએ ગોલ્ડન ડક વિકેટ ગૂમાવી બેઠો હતો. તેની વિકેટ શાહિન શાહ આફ્રિદી એ ઝડપી હતી.

ભારતે 1 રન પર જ પ્રથમ વિકેટ રોહિતના સ્વરુપમાં ગુમાવી હતી. શાહિન શાહ આફ્રિદી એ રોહિત શર્માની વિકેટ ઝડપી હતી. હાઇવોલ્ટેજ મેચમાં રોહિત શર્મા પાસે થી ખૂબ જ અપેક્ષા વર્તાઇ રહી હતી. આટલી જ અપેક્ષા ઓપનર કેએલ રાહુલ પાસે હતી પરંતુ બંને ઓપનરો માત્ર 6 રનના સ્કોર પર જ વિકેટ ગુમાવી બેઠા હતા. જેને લઇને ભારતીય બેટીંગ લાઇન દબાણમાં આવી ગઇ હતી.

રોહિત શર્મા બેટીંગ માટે ખૂબ શક્તિશાળી બેટ્સમેન તરીકે જોવામાં આવે છે. તે વન ડેમાં 3 વાર બેવડી સદી ફટકારી ચૂક્યો છે. જ્યારે રવિવારે ટી20 મેચમાં પાકિસ્તાન સામે તે પ્રથમ બોલ પર જ વિકેટ ગુમાવી બેઠો હતો. ઓપનર રોહિત શર્માની સામે આફ્રિદીએ એક ઘાતક યોર્કર બોલ પર રોહિત શર્માએ સીધા સ્ટંપની સામે LBW આઉટ કર્યો હતો. રોહિત શર્માના પગની લાઇનને જોતા તેણે DRS પણ લેવાની જરુર રહી નહોતી. આમ રોહિતે પણ તે લીધુ નહોતુ.

શૂન્ય રને વિકેટ ગુમાવી બેઠેલા રોહિત શર્માએ પોતાના નામે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. તે ભારતીય ટીમનો બીજો એવો ખેલાડી છે કે, તેણે વિશ્વકપ ની મેચમાં પાકિસ્તાન સામે શૂન્ય રન પર જ વિકેટ ગુમાવી દીધી છે. આ પહેલા પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર શૂન્ય રન પર આઉટ થયો હતો. તે બે વાર વિશ્વકપ મેચોમાં શૂન્ય પર વિકેટ ગુમાવી ચૂક્યો હતો.

(10:43 pm IST)