Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

હાર બાદ છેલ્લી ઓવર ફેંકનાર નવાઝને બાબર આઝમે કહ્યું

તમે મેચ વિનર છો, મેં હંમેશા તમારામાં વિશ્વાસ કર્યો છે અને હંમેશા કરીશ

નવી દિલ્‍હીઃ નિર્ણાયક મેચમાં ભારત સામે હાર્યા બાદ પાકિસ્‍તાની ટીમના કેપ્‍ટન બાબરે આઝમને ડ્રેસિંગ રૂમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બાબર આઝમે આખી ટીમની હિંમત બતાવી મોહમ્‍મદ નવાઝની પ્રશંસા કરે છે. મોહમ્‍મદ નવાઝે મેચમાં છેલ્લી ઓવર નાંખી હતી. તેના ત્રણ રનનો બોલ પર બન્‍યા હતા. તેને ભારતની જીતનું સૌથી મોટું કારણ પણ માનવામાં આવે છે.
પોતાના સંદેશના અંતમાં બાબર આઝમે મોહમ્‍મદ નવાઝના વિશેષ વખાણ કરતાં કહ્યું નવાઝ, તમે મેચ વિનર છો, મેં હંમેશા તમારામાં  વિશ્વાસ કર્યો છે અને હંમેશા રહીશ. તમે  મેચો જીતી છે અને જીતવાનું ચાલુ રાખશો. આ એક શાનદાર પ્રયાસ હતો. દબાણ હતું પરંતુ તમે રમતની આટલી નજીક ગયા. આગળ વધો અને નવેસરથી શરૂઆત કરો. અમે એક ટીમ તરીકે ખૂબ સારૂં રમ્‍યા છીએ. ભવિષ્‍યમાં પણ એવું જ કરવાનું છે. ઓલ ધ બેસ્‍ટ.
બાબર કહે છે, અમે ખૂબ સારૂં કર્યું કોશિશ કરી. શીખવા જેવી કેટલીક ભૂલો હતી. ટૂર્નામેન્‍ટ હમણાં જ શરૂ થઈ છે. મોટી મેચો આવવાની બાકી છે. અમે કોઈ એક વ્‍યકિતના કારણે હાર્યા નથી. અમે બધા હારી ગયા છે.
અમે એક ટીમ તરીકે હાર્યા છીએ અને આ માટે કોઈ એક ખેલાડી જવાબદાર નથી.

 

(4:06 pm IST)