Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

પાકિસ્‍તાન સામે મેચ ભારત જીતતા મેદાનમાં વિરાટ અને હાર્દિક થયા ભાવુક

નવી દિલ્‍હીઃ હાર્દિક પંડયાએ બેટિંગ બોલિંગ બંનેમાં કૌવત બતાવ્‍યુ હતું. જીત બાદ હાર્દિક ભાવુક થઇ ગયો હતો. તે પોતાના સ્‍વર્ગસ્‍થ પિતાને યાદ કરીને રડી પડયો હતો.હાર્દિકે કહયુ હુ તે સમય દરમ્‍યાન મારા પિતા વિશે વિચારતો હતો, હુ મારા પુત્રને પ્રેમ કરુ છું. પરંતુ મને ખબર નથી કે મારા પિતાએ મારા માટે જે કર્યુ તે હું કરી શકીશ કે નહીં. સાડા છ વર્ષના બાળકનું સપનું પુરૂં કરવા તેના પિતા બીજા શહેરમાં રહેવા ગયા હતા. તેઓ જાણતા ન હતા કે હું આજે જયા છું ત્‍યાં પહોંચી શકીશ. તેથી આ ઇનિંગ્‍સ તેના માટે છે.અત્‍યંત રોમાંચક મુકાબલા બાદ મેન ઓફ ધ મેચ બનેલો વિરાટ પણ ઇમોશનલ થઇ ગયો હતો.હાર્દિકે કહયુ કે હું હંમેશા તેનો અભારી રહીશ.

 

(4:06 pm IST)