Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

તમારી ધીરજ, દ્રઢ નિヘય અને વિશ્વાસ દંગ કરી દે તેવો છેઃ મને તારા પર ગર્વ છે

અનુષ્‍કાની પોસ્‍ટ મારા જીવનની બેસ્‍ટ મેચ

નવી દિલ્‍હીઃ  વિરાટની જાનદાર ઇનિંગ બાદ તેની પત્‍નિ અનુષ્‍કાએ સોશ્‍યલ મીડિયામાં ભારત માટે મેચ જીતી હતી. ફોટા શેર કરતા લખ્‍યુ કે, ‘તમે સુંદર છો. તમે ખુબ સુંદરછો. આજની રાત તમે ઘણા  લોકોના જીવનમાં ખુશીઓથી ભરી દીધી છે. દિવાળીની સાંજને  તમે ખૂબ જ ખાસ  બનાવી દીધી છે.મારો પ્રેમ તમે એક અદ્ભુત વ્‍યકિત છો. તમારી ધીરજ.દ્રઢ  નિヘયઅને વિશ્વાસ દંગ કરી દે તેવો છે. હુ ગર્વથી કહી શકું છુ કે મે હમણા જ મારા જીવનની બેસ્‍ટ મેચ જોઇ છે.પરંતુ આપણી દીકરી એ સમજવા માટે ખૂબ નાની છે કે શા માટે તેની માતા આખા રૂમમાં નાચી રહી હતી  અનેચીસો પાડી રહી હતી. પરંતુ એક દિવસ તે સમજી જશે કે તેના પિતાએ રાત્રે તેની બેસ્‍ટ ઇનિંગ્‍સ રમી હતી તે તબક્કા પછી જે તેના માટે મુશ્‍કેલ હતો. પરંતુ પહેલા કરતા વધુ મજબૂત હતો.મને તારા પર ગર્વ છે. હુ તમને દરેક ક્ષણે પ્રેમ કરીશ.

 

(4:07 pm IST)