Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ઓલરાઉન્ડર જયોર્જ ગાર્ટન, ડાબોડી ફાસ્ટ બોલર ડેવિડ પેન પ્રથમ વખત ટીમમાં

ઇંગ્લેન્ડે વિન્ડીઝ સામે ટી-૨૦ સિરીઝ માટે કરી જાહેરાત

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની ટી-૨૦ શ્રેણી માટે ૧૬ સભ્યોની ટીમની જાહેરાત કરી, જેમાં ઓલરાઉન્ડર જ્યોર્જ ગાર્ટન અને ડાબોડી ફાસ્ટ બોલર ડેવિડ પેને પ્રથમ વખત ટીમમાં છે. ઇયોન મોર્ગનની આગેવાની હેઠળની ટીમમાં એ જ અગિયાર ખેલાડીઓનો સમાવેશ થાય છે જેમણે આ વર્ષની શરૂઆતમાં ICC ટી-૨૦ વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો.

  પોલ કોલિંગવુડ ૨૨-૩૦ જાન્યુઆરી દરમિયાન બાર્બાડોસમાં રમાનારી પાંચ મેચની શ્રેણી માટે ઈંગ્લેન્ડના મુખ્ય કોચ તરીકે  તેમજ માર્કસ ટ્રેસ્કોથિકને સહાયક કોચ તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.

મુખ્ય કોચ કોલિંગવુડે કહ્યું, ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપ પહેલા અમારી તૈયારીઓને ધ્યાનમાં રાખીને અમે એક મજબૂત ટીમ પસંદ કરી છે. વર્લ્ડ કપ માટે એક વર્ષથી ઓછો સમય બાકી છે.  ઈંગ્લેન્ડ ટીમઃ  ઈયોન મોર્ગન (કેપ્ટન), મોઈન અલી, ટોમ બેન્ટન, સેમ બિલિંગ્સ, લિયામ ડોસન, જ્યોર્જ ગાર્ટન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, સાકિબ મહમૂદ, ટાઈમલ મિલ્સ, ડેવિડ પેઈન, આદિલ રશીદ, જેસન રોય, ફિલ સોલ્ટ, રીસ ટોપલી, જેમ્સ વિન્સ

(2:47 pm IST)